બ્રેકિંગ ન્યૂઝ: અનરાધાર વરસાદના કારણે મચ્છુ ડેમના દરવાજા ખોલાયા; 19 ગામોમાં એલર્ટ
રાજકોટ: બિપરજોય પછી રાજ્યના અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ વચ્ચે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. આ સમાચાર અનુસાર, મોરબીના મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે, જ્યારે મચ્છુ-3 ડેમનો એક દરવાજો 0.25 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. રૂલ લેવલ મુજબ ડેમ 100 ટકા ભરાતા ગેટ ખોલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેમના દરવાજા ખોલવાની સાથે જ માળિયાના 19 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા ગધેઠળના વેણુ ડેમમા પણ નવા નીર આવ્યા છે.ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી ઉપલેટાનો વેણુ ડેમમાં પાણીની આવક થઇ છે. વેણુ ડેમ લગભગ 50% ભરાઇ ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. બિપરજોય વાવાઝોડા પછી અન્ય કોઈ મોટી મુસીબત સર્જાય નહીં તેના પર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આમ કોઈ બીજી મોટી તબાહી ન સર્જાય તે કારણે જ અત્યાર મચ્છુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- અમેરિકન મંત્રીને ચીન કરતાં ભારત પર વધારે વિશ્વાસ; કહ્યું, રશિયા-યુક્રેન યુદ્ધમાં…!
રાજકોટમાં મોડી રાતથી ધોધમાર વરસાદ
વાવાઝોડાના કારણે રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યમાં ગત મોડી રાતથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોંડલમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
રાજ્યમાં વાવાઝોડા બાદ હવે મેઘરાજાનું તાંડવ શરુ થયું છે. બિપોરજોય વાવાઝોડાના કારણે રાજકોટના ગોંડલ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જેના કારણે વિઝીબિલિટી ઘટી હતી. શહેરમાં ભારે પવનથી ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.
અમદાવાદ સહિત ઉત્તર ભારતમાં પણ સાર્વત્રિક વરસાદ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો- બનાસકાંઠા: “બિપરજોય” વાવાઝોડાને લીધે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી