ગુજરાતટોપ ન્યૂઝ

મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાઈ જતા 32 ગામને કરાયા એલર્ટ

Text To Speech

મોરબીનો મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ભરાયો છે અને હજુ હાલ ડેમમાં 3478 ક્યુસેક પાણીની આવક હોવાથી 32 ગામોને એલર્ટ કરાયા છે. વરસાદની અંતિમ સીઝનમાં આ મહાકાય ડેમ ટૂંક સમયમાં ભરાઈ જાય એવી આશા સેવાઈ રહી છે.

મચ્છુ-3 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો

મોરબી અને ઉપરવાસમાં ગત રોજ ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે મોરબીના મચ્છુ-2 ડેમમાં ભરપૂર નવા નીરની આવક થઇ હતી. ભાદરવો ભરપૂર જતા હવે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ભરાઈ ગયો છે. હાલ ડેમમાં 3478 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમની કુલ સપાટી 57.32 મીટર છે. જેમાંથી 55.75 મીટર ભરાય ગઈ છે. આથી ડેમ ગમે ત્યારે ભરાઈ તેવી શકયતાને લઈને તંત્ર દ્વારા આસપાસના 32 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા અને હરીપર તેમજ ફતેપર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદીના પટમાં નહી જવા સુચના આપવામાં આવી છે.

Back to top button