મા લક્ષ્મીની કૃપા ઓગસ્ટથી ચાર મહિના સુધી આ ત્રણ રાશિઓ પર વરસશે
- કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય તો લક્ઝરીની કમી રહેતી નથી. આ વર્ષે ગ્રહોની ચાલને જોતા કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની શુભ નજર અને આશીર્વાદની વર્ષા થશે
HD ન્યુઝ ડેસ્કઃ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે. તેમને ધનની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરની તિજોરી ક્યારેય ખાલી થતી નથી. ગ્રહોમાં માતા લક્ષ્મીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે જોવા મળે છે. કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય તો લક્ઝરીની કમી રહેતી નથી. આ વર્ષે ગ્રહોની ચાલને જોતા કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની શુભ નજર અને આશીર્વાદની વર્ષા થશે. ચાલો જાણીએ કે ગ્રહોની ચાલ પ્રમાણે કઈ રાશિના જાતકોને આર્થિક જીવનમાં જબરદસ્ત લાભ મળી શકે છે.
કર્ક રાશિ (ડ.હ.)
ઓગસ્ટથી આવનારા 4 મહિના કર્ક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે. કરિયરમાં આગળ વધવાની ઘણી તકો મળી શકે છે. સાથે જ અટવાયેલા નાણા પાછા મળવાની પણ શક્યતાઓ છે. તમારું આરોગ્ય સારું રહેશે. સિંગલ લોકોના જીવનમાં કોઈક વ્યક્તિનું આગમન થઈ શકે છે.
સિંહ રાશિ (મ.ટ.)
દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકોને ઓગસ્ટથી 4 મહિના સુધી ખૂબ લાભ થશે. તમને વેપારમાં લાભ થશે. ધન આગમનના પણ યોગ છે, પરંતુ તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. મન પ્રસન્ન રહેશે, આરોગ્ય પણ સારું રહેશે. તમારા સંતાનો સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે.
ધન રાશિ (ભ.ફ.ઢ.ધ.)
ધન રાશિના જાતકો માટે ઓગસ્ટથી આવનારા 4 મહિના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. વેપારની દૃષ્ટિએ પણ આ વર્ષ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ પાંચ મહિના સુધી શનિદેવ રહેશે આ રાશિઓ પર મહેરબાન, વક્રી ચાલ બનાવશે માલામાલ