Navratri 2023: હાથી પર આગમન અને કૂકડા પર સવાર થઇને આવશે માં દુર્ગા
- આસો મહિનાની એકમ 14 ઓક્ટોબરની રાતે 11.24 કલાકે થશે અને 16 ઓક્ટોબરની મધ્ય રાત્રિએ 12.32 મિનિટે સમાપ્ત થશે. આવા સંજોગોમાં ઉદયાતિથિમાં 15 ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે
હિંદુ ધર્મમાં નવરાત્રિના પાવન પર્વનું ખૂબ જ મહત્ત્વ છે. દર વર્ષે બે પ્રત્યક્ષ નવરાત્રિ આવે છે. ચૈત્ર અને આસો. આસો નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. નવરાત્રિના નવ દિવસ માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. નવરાત્રિની એકમ એટલે કે પહેલા દિવસે ઘટસ્થાપના કે કળશ સ્થાપના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માં ભગવતીની નવરાત્રિમાં ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
શારદીય નવરાત્રિનો ક્યારથી થઇ રહ્યો છે પ્રારંભ
આસો મહિનાની એકમ 14 ઓક્ટોબરની રાતે 11.24 કલાકે થશે અને 16 ઓક્ટોબરની મધ્ય રાત્રિએ 12.32 મિનિટે સમાપ્ત થશે. આવા સંજોગોમાં ઉદયાતિથિમાં 15 ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. આ વર્ષે શારદીય નવરાત્રિના પહેલા દિવસે ચિત્રા અને સ્વાતિ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ નક્ષત્રોને શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રિ 2023 ઘટસ્થાપના મુહૂર્ત
અભિજિત મુહૂર્ત દરમિયાન ઘટસ્થાપના મુહૂર્ત નક્કી થાય છે. ઘટસ્થાપના એકમ પર કરવામાં આવે છે. આ વર્ષે ઘટસ્થાપનાનું મુહૂર્ત ચિત્રા નક્ષત્ર દરમિયાન આવે છે. ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત 15 ઓક્ટોબરે સવારે 11.44 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી છે. ઘટસ્થાપનાનો સમયગાળો 46 મિનિટનો છે.
કેટલો સમય રહેશે ચિત્રા નક્ષત્ર
ચિત્રા નક્ષત્ર પ્રારંભઃ ઓક્ટોબર 14, 2023- 4.24 વાગ્યે
ચિત્રા નક્ષત્ર સમાપ્તઃ ઓક્ટોબર 15, 6.13 વાગ્યે
હાથી પર થશે માં દુર્ગાનું આગમન
માં દુર્ગા આ વર્ષે શારદીય નવરાત્રિ પર સિંહ નહિ પરંતુ હાથી પર સવાર થઇને આવશે.
માં દુર્ગાના પ્રસ્થાનની સવારી અને તેના સંકેત
જો નવરાત્રિનું સમાપન રવિવાર અને સોમવારના દિવસે થાય તો માં દુર્ગા ભેંસ પર સવાર થઇને આવે છે, જેને શુભ માનવામાં આવતુ નથી. શનિવાર અને મંગળવારના દિવસે નવરાત્રિ સમાપ્ત થાય તો માં દુર્ગા કુકડા પર સવારી કરે છે. તે વાહન કષ્ટ અને દુઃખનો સંકેત આપે છે. બુધવાર અને શુક્રવારે નવરાત્રિ ખતમ થાય તો માં હાથી પર આવે છે, જે વધુ વરસાદના સંકેત આપે છે. જો નવરાત્રિ ગુરુવારે સમાપ્ત થાય તો માતા રાની મનુષ્ય પર સવાર થઇને આવે છે, જે સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિનો સંકેત આપે છે.
આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થીએ નવા વાહનોની ડિલિવરી અટકી, નવા નિયમથી ગ્રાહકોના મુહૂર્ત સાચવવામાં ડીલરો મુંઝવણમાં