મા અંબાના મંદિરે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા ધજા ચડાવાઈ


- મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી કેટલાય લોકોને સારવાર આપીને જીવ બચાવ્યા
- અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી

અંબાજી: ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જે અંતર્ગત સુપ્રિટેન્ડન્ટ શ્રી વાય.કે.મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલ થી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી માં અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અન્ય વહીવટી અને વર્ગ ૪ નો સ્ટાફ ઢોલ સાથે મંદિર ચાચર ચોકમાં પહોંચ્યા હતા. અને માતાજીને ભક્તિભાવથી ધજા ચડાવી હતી. માતાજીના આશીર્વાદથી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.
મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી લોકોને સારવાર આપીને જીવ બચાવ્યા
મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જે અંતર્ગત સુપ્રિટેન્ડન્ટ શ્રી વાય.કે.મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી. માં અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અન્ય વહીવટી અને વર્ગ ૪ નો સ્ટાફ ઢોલ સાથે મંદિર ચાચર ચોકમાં પહોંચ્યા હતા અને માતાજીને ભક્તિભાવથી ધજા ચડાવી હતી. માતાજીના આશીર્વાદ થી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા. અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.
આ પણ વાંચો :મા અંબાના મંદિરે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા ધજા ચડાવાઈ