મા અંબાના ભક્તોની ઝાલાભાઈની મુવાડીથી 215 કિ.મી.ની પદયાત્રા, 42 માઇભક્તોનો સંઘ અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવશે
- આ સંઘ દર વર્ષે મા જગતજનની અંબાના ધામે આવે છે
પાલનપુર : ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દેશ- વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા જગતજનની અંબાનું આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. મા જગતજનની અંબાના દર્શન અને માના ચરણોમાં શીશ નમાવા માટે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી આવતા હોય છે. તો સાથે સાથે માતાજીના દર્શન અને માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવવા માટે લોકો દૂર દૂરથી પગપાળા કરીને પણ માનો આશિષ મેળવવા અંબાજી પહોંચતા હોય છે. મા જગતજનની અંબાના ધામે અમુક સંઘો અને પગપાળા કરીને માઇભક્તો દર વર્ષે માતાજીની પૂજા અર્ચના અને ધજા લઈને અંબાજી આવી પહોંચ્યા હોય છે. ત્યારે ઝાલાભાઇની મુવાડીથી અંબાજી પગપાળા સંઘ આજે પોતાના વતનથી માના દર્શનાર્થે અંબાજી માટે નીકળ્યો છે.
મહેમદાવાદ તાલુકાના ઝાલાભાઇની મુવાડી
થી 42 માઈ ભક્તોનો પગપાળા સંઘ અંબાજી માટે નીકળ્યો છે. કાળજાળ ગરમીમાં પણ માઇ ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈ પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે. ત્યારે ઝાલાભાઇની મુવાડી તાલુકા મહેમદાબાદ જિલ્લા ખેડાથી 215 કિલોમીટરની પગપાળા યાત્રા કરીને 27 તારીખના રોજ અંબાજી મંદિર ખાતે પહોંચશે.
આ સંઘ દર વર્ષે મા જગતજનની અંબાના ધામે આવતો હોય છે. માતાજીના મંદિરના શિખરે ધજા ચઢાવી માતજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં પગપાળા સંઘો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરાશે શરૂ