અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત કોલેજમાં MA, M.SCના કોર્સ થયા બંધ, ABVPએ કર્યો વિરોધ

અમદાવાદ, 18 જૂન, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પરિષદના વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓએ અમદાવાદનાં લો ગાર્ડન ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ગુજરાત કોલેજમાં M.A તથા M.SCનાં કોર્સિસ અચાનક બંધ થઈ ગયા હતા. જેને લઈને વિરોધ દર્શાવ્યો હતો. તેમજ અગાઉ આવેદન આપીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાને કોર્સ બંધ થતાં પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

કોલેજની ઈમારત જર્જરીત હોવાથી કોર્સ બંધ કરાયા
હાલમાં સમગ્ર રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંચાલિત સરકારી ગુજરાત કોલેજની ઇમારત જર્જરીત થઈ ગઈ હોવાનું કારણ આપી રહ્યા છે. જેનાં લીધે MA તથા M.SC ના કોર્સ બંધ કરવામાં આવ્યા છે. જેની અગાઉ વિદ્યાર્થીઓના એડમિશન બાબતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાથી ABVP ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવ્યો હતો. અને આ કોર્સ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા માટે માંગ કરાઇ હતી.

માંગ સ્વીકારવામાં નહીં આવે આંદોલન કરીશું: ABVP
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહામંત્રી ભરત પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત કોલેજ ખાતે MAમાં કુલ 250 બેઠકો છે. અને M.SCમાં 90 બેઠકોનો સમાવેશ થાય છે.એક તો સરકારી કોલેજોમાં જગ્યાઓ ઓછી હોવાને કારણે ખૂબ જ મુશ્કેલીથી વિદ્યાર્થીઓના સરકારી કોલેજમાં એડમિશન થતા હોય છે. તેવામાં મધ્યમ તથા ગરીબ વિદ્યાર્થીઓ પર આ રીતે કોર્સ બંધ થઈ જતા એમની પાસેથી ભણવાનો વિકલ્પ છીનવાઇ રહ્યો છે.ના છૂટકે આર્થિક દેવું કરીને પણ પ્રાઇવેટ કોલેજમાં મોંઘા ભાવે એડમિશન કરવું પડે છે. જે સામાન્ય પરિવારોને પોસાય તેમ નથી તેમણે ગુજરાત યુનિવર્સિટીનાં સંચાલન પર આક્ષેપ કરતા કહ્યું કે, કાલ સવારે એવું કહેવામાં આવે કે ગુજરાત યુનિવર્સિટીની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. શું યુનિવર્સિટી બંધ કરી દેવામાં આવશે? માટે આ કોઈ યોગ્ય કારણ ન હોઈ શકે તેથી વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક સુવિધા કર્યા બાદ જ કોર્સ બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સાથે એબીવીપીએ જો માંગણી ન સ્વીકારવામાં આવે તો સમગ્ર અખિલ ભારતીય પરિષદ સંગઠન આંદોલનનો માર્ગ અપનાવશે તેની જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો..ગુજરાતમાં સ્કૂલ વાહનચાલકોની હડતાળ, અનેક જગ્યાએ વાલીઓના વાહનોથી ટ્રાફિકજામ

Back to top button