લ્યો બોલો: એરપોર્ટ પર કાતર ખોવાઈ જતાં 36 ફ્લાઇટ રદ: પેસેન્જર થયા હેરાન, અંતે કાતર..
ટોક્યો, 22 ઓગસ્ટ, જાપાનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં શનિવાર 17 ઓગસ્ટે એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સિક્યોરિટી તપાસ દરમિયાન એક સ્ટોરમાંથી કાતર ગાયબ થઈ ગઈ હતી, જે બાદ સિક્યોરિટી એલર્ટ થઈ અને ત્યાં હાજર તમામ પેસેન્જરનું ફરી ચેકીંગ કર્યું. જેના લીધે લાંબી લાઈનો પણ લાગી અને નારાજ પેસેન્જર્સે ભારે હોબાળો પણ મચાવ્યો. આ ઉપરાંત 236થી વધારે ફ્લાઈટ પર અસર પણ પડી અને 36 કલાઈટ તો કેન્સલ પણ કરવી પડી. માનવામાં નહિ આવે પરંતુ આ હકીકત છે કે એક કાતરના કારણે 36 કલાઈટ રદ કરવી પડી હતી. એક કાતરના લીધે રોષે ભરાયેલા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી અહીંથી કોઈ ભાગી નહીં શકે.
તમે સાંભળ્યું જ હશે કે કોઈ પણ વ્યક્તિ કાતર વડે વિમાનમાં મુસાફરી કરી શકતી નથી. પરંતુ જાપાનમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. હોકાઈડોના ઈન્ટરનેશનલ એરપોર્ટના એક સ્ટોરમાંથી કાતર ગુમ થયા બાદ અફરાતફરી સર્જાઈ હતી જેના કારણે 236થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. 36 ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી હતી. સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા 36 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ઘણા મુસાફરોને એરપોર્ટની અંદર પ્રવેશ પણ ન મળી શક્યો. ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા હતા.
એરપોર્ટના દરેક ખૂણા અને ખૂણે કાતરની શોધખોળ કરી
એરપોર્ટની અંદર એક રિટેલ આઉટલેટે કાતર ગુમ થયાની જાણ કરી હતી. આ પછી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ઓછામાં ઓછા બે કલાક માટે એરપોર્ટ પર આવતા મુસાફરોની સુરક્ષા તપાસ અટકાવી દેવામાં આવી હતી. સુરક્ષા અધિકારીઓએ કાતરની શોધખોળ એરપોર્ટના દરેક ખૂણા અને ખૂણે કરી. પરંતુ મળી ન હતી. આ પછી, હવાઈ સેવાઓ ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે ફરીથી તે જ સ્ટોરમાંથી કાતર મળી આવી હતી. જેના કારણે જાપાનના વાર્ષિક બોન ફેસ્ટિવલની ઉજવણી કરીને ઘરે પરત ફરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કાતર ગુમ થવાને કારણે 237 ફ્લાઈટને અસર થઈ છે. 36 ફ્લાઈટ્સ સંપૂર્ણપણે કેન્સલ કરવી પડી હતી જ્યારે 201 ફ્લાઈટ્સ રિશેડ્યૂલ કરવામાં આવી હતી. 30 મુસાફરોએ એરપોર્ટ પર રાત વિતાવવી પડી હતી. એક મુસાફરે કહ્યું, અમારી પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મને લાગે છે કે એરલાઈન્સે થોડી સાવચેતી રાખવી જોઈએ. એરપોર્ટ પર બનેલી આ ઘટના પર જાપાનના સોશિયલ મીડિયા યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી છે.
ન્યૂ ચિતોશે એરપોર્ટ જાપાનનું સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. વર્ષ 2022માં આ એરપોર્ટથી 1.5 કરોડથી વધારે પેસેન્જર્સે ઉડાન ભરી. એરપોર્ટના સિક્યોરિટી અધિકારીએ કહ્યું કે, અમે એ વાતથી ચિંતિત હતા કે ક્યાંક કોઈ દુર્ઘટના ન થઈ જાય. જ્યાં ઘણા સમજુ લોકો અધિકારીઓના વખાણ પણ કરી રહ્યા છે. ‘અધિકારી આપણી સુરક્ષાને લઈને કેટલા એલર્ટ છે’
આ પણ વાંચો..બોલો! પાકિસ્તાન સરકારે સંસદમાં ઉંદરોથી પીછો છોડાવવા બિલાડીઓની ભરતી કરી