ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દેશમાં ટોપ ગિયરમાં લક્ઝરી કારનું વેચાણ: તહેવારોની સિઝન માટે આવ્યો આ અંદાજ

  • મર્સિડીઝ, ઓડી અને BMW કંપની આ વર્ષે તહેવારોની સિઝનમાં તેમના વેચાણમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર: દેશમાં મોંઘી કારની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં, લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ મર્સિડીઝ-બેન્ઝ, ઓડી અને BMW આ વર્ષે તહેવારોની સિઝનમાં તેમના વેચાણમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સંતોષ અય્યરે જણાવ્યું હતું કે, “લક્ઝરી કાર સેગમેન્ટ આ વર્ષે તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર છે. તહેવારોની સિઝનમાં વેચાણ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણમાં વૃદ્ધિ બે આંકડામાં હોય છે. આવામાં તેમને છેલ્લા ક્વાર્ટરની સરેરાશ સિંગલ-ડિજિટ વેચાણ વૃદ્ધિમાંથી રિકવર થવાની મદદ મળે છે. આ રીતે અમે તહેવારોની સિઝનમાં સરેરાશ ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કરવામાં સક્ષમ છીએ. દેશના કુલ પેસેન્જર વ્હીકલ માર્કેટમાં લક્ઝરી કાર સેગમેન્ટનો હિસ્સો હજુ પણ ઘણો ઓછો છે. આ સેગમેન્ટ આ નાણાકીય વર્ષમાં રેકોર્ડ વેચાણ નોંધાવવા માટે તૈયાર છે, પરંતુ તમામ કંપનીઓ વૃદ્ધિ જોઈ રહી નથી.

 50,000-51,000 એકમોથી વધુનું વેચાણ થવાની ધારણા

અય્યરે જણાવ્યું હતું કે, “કેટલીક કંપનીઓની વેચાણ વૃદ્ધિ ઓછી હશે અને કેટલીક સ્થિર રહેશે કારણ કે તેઓ પડકારોનો સામનો કરી રહી છે. અમે બજારના મુખ્ય ખેલાડી હોવાથી, અમને હજુ પણ લાગે છે કે લક્ઝરી કારનું બજાર આ વર્ષે 50,000-51,000 યુનિટના આંકડાને પાર કરી લેશે. ભારતમાં લક્ઝરી કારનું બજાર હજુ ઘણું નાનું છે. દેશના કુલ પેસેન્જર વ્હીકલ માર્કેટમાં તેનો હિસ્સો બે ટકાથી ઓછો છે.” ઓડી ઈન્ડિયાના ચીફ બલબીર સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, “કંપનીને આશા છે કે લક્ઝરી કાર માર્કેટમાં જોવા મળતું સકારાત્મક વલણ તહેવારોની સિઝનમાં પણ ચાલુ રહેશે. અમારા સૌથી વધુ વેચાતા મોડલ A6, Q3, Q3 Sportbank, Q5, Q7 અને તાજેતરમાં લૉન્ચ કરાયેલ Q8 આ મજબૂત માંગને આગળ ધપાવશે. આ ઉપરાંત, કંપની તેની ઇ-ટ્રોન શ્રેણી, ઇ-ટ્રોન GT અને RS ઇ-ટ્રોન GT માટે પણ આશાવાદી છે.

ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત

BMW ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ વિક્રમ પાવાહે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે અને લક્ઝરી સેગમેન્ટમાં ગ્રાહકોનો વિશ્વાસ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, “BMW ગ્રુપ ઈન્ડિયા માટે ઓર્ડર બેંક મજબૂત છે અને અમે અમારા ગ્રાહકો માટે ડિલિવરીને વેગ આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. દિવાળી અને દશેરાની આસપાસ વધારાના બુકિંગ સાથે, અમે આ વર્ષનો અંત પ્રભાવશાળી વૃદ્ધિ સાથે કરવાની અપેક્ષા રાખીએ છીએ.”  પાવાહે કહ્યું કે, તહેવારોની સીઝનની તૈયારીમાં કંપનીએ તેની હાલની મોડલ શ્રેણીની કેટલીક વિશેષ આવૃત્તિઓ રજૂ કરી છે. તહેવારોની મોસમ સામાન્ય રીતે દર વર્ષે ઓણમથી શરૂ થાય છે અને દિવાળી સાથે સમાપ્ત થાય છે.

આ પણ જૂઓ: Kiaની આ કાર આવતાની સાથે જ થઈ ગઈ લોકપ્રિય, સૌથી વધુ બુકિંગનો બનાવ્યો રેકોર્ડ

Back to top button