ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

આલિશાન ‘ગંગા વિલાસ ક્રૂઝ’ : એક દિવસની મુસાફરી માટે ચૂકવવા પડશે આટલા હજાર !

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવી હતી. આ ગંગા વિલાસ ક્રૂઝમાં જિમ, સ્પા સેન્ટર, લેક્ચર હાઉસ, લાઇબ્રેરી જેવી સુવિધાઓ મળશે. પરંતુ આ ક્રુઝ રાઈડ માટે તમારે દરરોજ 50,000 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે જો કોઈ વ્યક્તિ 51 દિવસની મુસાફરી કરે છે તો તેને 25 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ ક્રૂઝની મુસાફરી કરવા માટે તમે ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો.

આ પણ વાંચો : જોશીમઠની સ્થિતિ ગંભીર, ઈસરોએ જાહેર કરી છેલ્લા 12 દિવસની ભયાનક તસ્વીરો

ક્રુઝ 50 સ્થળો પરથી થશે પસાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગંગા વિલાસ ક્રુઝને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. આ ક્રૂઝ તેના 31 મુસાફરો સાથે વારાણસીના રવિદાસ ઘાટથી રવાના થઈ હતી. તમામ મુસાફરો 51 દિવસની યાત્રા પર રવાના થઈ ગયા છે. આ દરમિયાન આ ક્રૂઝ 50 સ્થળો પરથી પસાર થશે, જેમાં પ્રવાસીઓ માત્ર ગંગાના કિનારે જ નહીં, પરંતુ અહીંની સંસ્કૃતિની ઝલક પણ જોઈ શકશે.

Ganga Villas Cruise - Hum Dekhenge News
ગંગા વિલાસ ક્રુઝમાં મળતી સુવિધાઓ

ક્રુઝમાં મળશે આ સુવિધાઓ

ગંગા વિલાસ ક્રુઝમાં સવાર લોકોને જિમ, સ્પા સેન્ટર, લેક્ચર હાઉસ, લાઇબ્રેરી જેવી તમામ સુવિધાઓ આપવા માટે 40 ક્રૂ મેમ્બર પણ હાજર રહેશે. ગંગા વિલાસ ક્રૂઝમાં 31 મુસાફરોને ફાઈવ સ્ટાર હોટલ કરતાં વધુ સુવિધાઓ મળશે. જહાજને ખાસ કરીને વારાણસી અને ગંગાના પટ્ટામાં ધાર્મિક પ્રવાસન પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

યાત્રા કુલ 3200 કિલોમીટરની રહેશે

તાજેતરમાં જ 31 સ્વિસ મહેમાનોનો સમૂહ કાશી પહોંચ્યો અને ગંગા વિલાસ ક્રૂઝમાં સવાર થયો. સ્વિસ અને જર્મન મહેમાનો ગંગા વિલાસ ક્રૂઝ પર સવાર થયા, જે દેશની સૌથી લાંબી નદી ક્રૂઝ છે. ભારતમાં જળ પરિવહનની સૌથી લાંબી અને રોમાંચક નદી ક્રૂઝ યાત્રા આજે એટલે કે 13 જાન્યુઆરી 2023ના રોજ વારાણસીથી નીકળશે. આ યાત્રા કુલ 3200 કિલોમીટરની હશે. 51 દિવસની આ યાત્રા ભારત અને બાંગ્લાદેશની 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે. આ યાત્રા વર્લ્ડ હેરિટેજ સાથે સંબંધિત 50 થી વધુ સ્થળો પર રોકાશે. તે સુંદરવન ડેલ્ટા અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સહિત જલયાન રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાંથી પણ પસાર થશે.

સુરક્ષા માટે CCTVથી સજ્જ છે આ ક્રુઝ

ગંગા વિલાસ ક્રુઝએ હાઇટેક સુરક્ષા, CCTV સર્વેલન્સ અને સંપૂર્ણ વૈભવી સુવિધાઓથી પણ સજ્જ છે. પ્રવાસ કંટાળાજનક ન થાય, તેથી ક્રુઝમાં સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, જીમ વગેરેની સુવિધાઓ હશે. જર્મનીની પ્રવાસી સિલ્વિયાએ કહ્યું કે,’વારાણસીથી નદીની સવારી કરવાનો આ અવિશ્વસનીય અનુભવ રહ્યો છે અને તે ગંગા નદીની મુસાફરી કરવા માટે ઉત્સાહિત છે.

Back to top button