લુણાવાડા : આસારામની આરતી કરવી પડી ભારે, તમામની કચ્છ ખાતે બદલી
થોડા દિવસ અગાઉ મહીસાગર જિલ્લાની એક પ્રાથમિક શાળામાં બળાત્કારી આસારામની આરતી ઉતારવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારબાદ આ તમામ નાટક સોશિયલ મીડિયા અને મીડિયામાં ચગ્યું હતું જે બાદ ભારે ટીકાઓ થતાં તંત્ર દ્વારા જવાબદાર શિક્ષકો પર કાર્યવહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા, 22 વર્ષે મળ્યો ન્યાય
મહીસાગર હસ્તકના લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં તા: 17/2/2023 ના રોજ માતૃ-પિતૃ દિવસની ઉજવણી દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા નામદાર કોર્ટ દ્વારા આ જ માસમાં આસારામને સજા સાંભળવેલ અને તે આસારામનો ફોટો નાના બાળકો સામે મૂકી આરતી ઉતારવામાં આવી હતી જે ગુજરાત પંચાયત સેવા વર્તણૂકના નિયમોનો જાહેર ભંગ થયો હતો ત્યાર બાદ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાના શિક્ષકો પર કડક કાર્યવાહી કરી તમામની કચ્છ ખાતે બદલી કરી દેવામાં આવી છે અને તમામ શિક્ષકો પર ખાતાકીય તપાસના આદેશ પણ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આસારામ પહેલેથી જ એક ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હમણાં ગાંધીનગર કોર્ટ દ્વારા પણ એક દુષ્કર્મ કેસમાં આજીવન સજા ફટકારવામાં આવી હતી ત્યારે આવા ગુનેગારનો ફોટો મૂકી નાના બાળકો સામે આરતી ઉતારવી તે યોગ્ય ન કહેવાય, ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તમામ શિક્ષકોની કચ્છ ખાતે બદલી કરી દેવામાં આવી છે.