શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણઃ દૂધ પૌંઆ ચંદ્રની ચાંદનીમાં રાખી શકાશે કે નહીં?
- વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આસો માસની પૂર્ણિમાની એટલે કે 28 અને 29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ સમગ્ર ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણના રૂપમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતના તમામ શહેરોમાં જોવા મળશે.
વર્ષ 2023નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થવાનું છે. આ દિવસે શરદ પૂર્ણિમા પણ છે. આ ઘટના નવ વર્ષ પછી બની રહી છે, જ્યારે શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણની તારીખ એક જ છે. શરદ પૂર્ણિમાના દિવસે ખુલ્લા આકાશ નીચે ખીર – દૂધ પૌંઆ રાખવાની પરંપરા છે, પરંતુ ગ્રહણને કારણે લોકોના અસમંજસમાં છે કે 28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા પણ છે અને ચંદ્રગ્રહણ પણ, તો હવે બહાર ખીર રાખવી શુભ રહેશે કે અશુભ?
ચંદ્રગ્રહણ 2023નો સમય
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આસો માસની પૂર્ણિમાની એટલે કે 28 અને 29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ સમગ્ર ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણના રૂપમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતના તમામ શહેરોમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે જે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના દિવસે બપોર પછી શરૂ થશે.
શરદ પૂર્ણિમાએ દૂધ પૌંઆ ખાવા કે નહીં?
એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની ચમક જોવા જેવી હોય છે અને આ દિવસે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે, ખીર બનાવવા કે પછી દૂધ પૌંઆ ખાવાની પરંપરા છે, જે બનાવીને રાત્રે ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે, પરંતુ ગ્રહણની છાયાને કારણે આ વર્ષે તમારે ચંદ્રગ્રહણ અને સૂતક દરમિયાન બહાર ખીર ન રાખવી જોઈએ. આ સમયગાળા દરમિયાન ચંદ્રના કિરણો પ્રદૂષિત થઈ જાય છે. તેની અસર શરીર પર નકારાત્મક પડે છે. સુતક અને ગ્રહણના સમયમાં ધાર્મિક કાર્યો કરવા પર પણ પ્રતિબંધ છે. સુતક લાગે તે પહેલા તમે ખીર બનાવી શકો છો અને તેમાં તુલસી ઉમેરીને ઘરમાં રાખી શકો છો. ગ્રહણ સમાપ્ત થયા પછી, ખીરને થોડા સમય માટે ખુલ્લા આકાશ નીચે રાખો. તમે બીજા દિવસે ખીર બનાવીને ભગવાનને અર્પણ કરી શકો છો.
દૂધ પૌંઆ શાં માટે ખાવામાં આવે છે?
ચોખામાં જળનો ભાગ છે અને તે સફેદ રંગ પણ ધરાવે છે. ચોખા લગભગ દરેક જગ્યાએ ઉપયોગી થતા હોવાથી તેનું ધાર્મિક મહત્વ પણ છે. આ માટે દૂધ સાથે ચોખા કે ચોખાની બનાવટ પૌંઆનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધ અને પૌંઆ ભેગા કરી તેમાં સાકર નાખી રાત્રે ચંદ્ર ને પ્રસાદી રૂપે અર્પણ કરાય છે કેમકે ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ તરીકે પણ પૂજીએ છીએ, જે આપણા મન પર પણ અસર કરે છે. ચંદ્રની સામે દૂધ પૌંઆ અને સાકર અર્પણ કરવાથી ચંદ્રના કિરણોમાં રહેલા અમૃતનો પ્રભાવ પણ પડે છે.
આ પણ વાંચોઃ દરેક પિતા જો આવું કરશે તો દીકરીઓએ આપઘાત નહીં કરવો પડે