20 હજારની લૂના, 60 હજારની ઉજવણી, જશ્નમાં થઈ પોલીસની એન્ટ્રી અને પછી..
મધ્યપ્રદેશ, 17 ઓકટોબર, મધ્યપ્રદેશના ભોપાલના એક ચા વેચનાર પાસેથી મોપેડ ખરીદવી સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. જેનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર શેર કરાયેલા વિડીયો મુજબ, ડાઉન પેમેન્ટ પર ખરીદેલ મોપેડની ઉજવણી કરવા માટે વ્યક્તિએ બે પૈડાની કિંમત કરતા વધુ પૈસા ડ્રમ અને ડીજે પાછળ ખર્ચ્યા હતા. અંતે હવે આ મામલામાં પોલીસની એન્ટ્રી થઇ ગઇ છે. હાલ પોલીસે તેની વિરૂદ્ધ પરવાનગી વગર ડીજે વગાડવા બદલ ગુનો નોંધ્યો છે અને લુના પણ જપ્ત કરી લીધું હતું.
शिवपुरी में भाई साहब 20,000 के डाउन पेमेंट पर मोपेड लाए, घर लाने में डीजे-गाजेबाजे पर 60,000 खर्चे बगैर इजाजत डीजे पर पुलिस ने गाड़ी जब्त कर ली, वैसे 3 साल पहले मोबाइल भी ऐसे ही गाजे बाजे के साथ खरीदा था pic.twitter.com/tKW71sqklz
— Anurag Dwary (@Anurag_Dwary) October 14, 2024
લુના ખરીદવા ડીજે અને ઘોડાગાડી સાથે શોરૂમ પહોંચ્યો
મધ્યપ્રદેશના શિવપુરીમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક ચા વિક્રેતાએ 90 હજાર રૂપિયાની લુના (બાઈક)ની ખરીદીની એવી રીતે ઉજવણી કરી કે તમને જાણીને નવાઈ લાગશે. ચા વિક્રેતાએ માત્ર ઉજવણી માટે 60 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અગાઉ તેણે મોબાઈલ ફોન ખરીદતી વખતે પણ આવું જ કર્યું હતું. અહીં એક ચાવાળાએ 20 હજારનું ડાઉન પેમેન્ટ ભરી લુના ખરીધું હતું અને આ માટે તેણે 3.75 હજારની લોન લીધી હતી અને બાકીના બધા પૈસા આ લુના ખરીધું તેની ઉજવણીમાં ખર્ચી નાખ્યા. આ ઉપરાંત જ્યારે તે લુના ખરીદવા ગયો ત્યારે તે ડીજે અને ઘોડાગાડી સાથે શોરૂમ પર પહોંચ્યો હતો.
લુનાની પૂજા કર્યા બાદ મિત્રો સાથે ડ્રમના તાલે જોરશોરથી ડાન્સ કર્યો
ચાવાળો એકલો નહીં પણ તેના ઘણા મિત્રો સાથે શોરૂમમાં આવ્યો હતો. આ બધાની સાથે એક બેન્ડ, ક્રેન અને બગી પણ હતી. આ માટે ચા વિક્રેતાએ 60 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. નવાઈની વાત એ હતી કે તે જે લુના (બાઈક) ખરીદવા આવ્યો હતો તેની કિંમત માત્ર 90 હજાર રૂપિયા હતી. જ્યારે ચા વેચનારએ તેને ખરીદવાની ઉજવણીમાં 60 હજાર રૂપિયા ખર્ચ્યા હતા. લુનાની પૂજા કર્યા બાદ તેણે તેના મિત્રો સાથે ડ્રમના તાલે જોરશોરથી ડાન્સ કર્યો. પછી, ડ્રમ વગાડતા, તે બગી પર બેઠો, લુનાને ક્રેનમાંથી લટકાવી અને તેના ઘર તરફ ગયો. મુરારી નામનો આ વ્યક્તિ જૂની શિવપુરી વિસ્તારના નીલગાર ચોકનો રહેવાસી છે. મુરારી કુશવાહા અહીં ચાની દુકાન ચલાવે છે.
આ દરમિયાન તેને પોલીસની પરવાનગી વિના ડીજે વગાડવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. વાયરલ ક્લિપ પ્રમાણે ડીજે વગાડવાની પરવાનગી ન હોવાના કારણે પોલીસે ચાવાળાનું નવું લૂના જપ્ત કરી લીધુ છે. આ સમગ્ર ઘટના પર યુઝર્સ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ આ કાર્યવાહી અંગે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. એકે તો આ વીડિયો પર લખ્યું- માનનીય સરકારને વિનંતી છે. આ ભાઈને તાત્કાલિક અસરથી “અજબ હૈ એમપી, ગજબ હૈ એમપી” અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો જોઈએ.
આ પણ વાંચો..બેંક ખાતામાં પૈસા ન હોય છતાં કરે છે લાખો રૂપિયાની લૂંટ, જાણો શું છે ડિજિટલ ધરપકડ કૌભાંડ?