ઉત્તર ગુજરાતગુજરાત

લમ્પી વાઇરસ : સંક્રમણને અટકાવવા માટે કલેકટરના જાહેરનામાનો ભંગ, ડીસામાં ફરીયાદ દાખલ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામાની કડક અમલવારીના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચના મુજબ ડીસા રૂરલ પોલીસ દ્વારા પશુઓની હેરફેર કરતાં ઇસમો સામે ફરીયાદ દાખલ કરીને જાહેરનામાના ભંગ બદલ ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પાટણ તાલુકાના સરસ્વતી તાલુકાના જાખા ગામના અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા બાબરભાઇ સાંકાભાઇ રબારીએ પોતાના મહીન્દ્રા બોલેરો મેક્સી ડાલા નં.જીજે-૧૮-એટી-૧૫૧૯ ના ચાલકે હાલમા પશુઓમા ફેલાયેલ લમ્પી વાઇરસ ચાલતો હોઇ જેને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતા પશુની એક જિલ્લાથી બીજા જિલ્લામા હેરફેર કરતો પકડાઇ ગયા હતા. અને જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેમની વિરૂધ્ધમાં ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

લમ્પી વાઇરસ
Lumpy virus

આ ફરીયાદની હકીકત એવી છે કે, આજે (સોમવારે)અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રધાનજી ધારસીજી વિગેરે પોલીસ સ્ટાફના માણસો નવા ચેક પોસ્ટ ખાતે પાસે લમ્પી સ્કીન વાઇરસને લગતા જાહેરનામાના અમલીકરણ માટે વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન પાટણ તરફથી એક મહીન્દ્રા બોલેરો ડાલા નં.જીજે-૧૮.એટી-૧૫૧૯ વાળા ડાલામા એક ઇસમ ગાય ભરીને પાટણથી ડીસા તરફ લઇ જતો હોઇ, જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોઇ જેમાં હાલમાં પશુઓમા લમ્પી વાઇરસનું સંક્રમણ ચાલતું હોઇ, આ બાબતે પશુઓની એક ગામથી બીજા ગામ કે બીજા તાલુકા કે જિલ્લા કે રાજ્યમા હેરફેર કરવા પ્રતિબંધ મુકેલ છે. જેથી આ બાબતે આ પશુની હેરફેર બાબતે કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી લીધેલ છે કે કેમ જેથી આ ઇસમ પાસે આવી કોઇ પરવાનગી લીધેલ ન હોઇ અને જાહેરનામાનો ભંગ કરેલ હોઇ તેમની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે તેમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે.

Back to top button