રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર ઓછો થયો અને રણકાંઠા ક્ષેત્રમાં નવો રોગ ફેલાયો
ગુજરાત રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર ઓછો થયો છે. જેમાં હવે પશુઓમાં નવો રોગ સામે આવ્યો છે. તથા સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કેસોમાં ઘટાડો થયો છે. તેમાં રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા જિલ્લામાં કેસ નોંધાયા નથી. પણ સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 248 કેસ નોંધાયા છે.
રણકાંઠા ક્ષેત્રમાં ફેલાયાની પુષ્ટી રાજ્યના પશુપાલક નિયામકે કરી
ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર ઘટ્યો અને નવો રોગ સામે આવ્યો છે. જેમાં ચાર જિલ્લામાં લમ્પી વાયરસના 385 કેસ નોંધાયા છે. સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 248 પશુ સંક્રમિત થયા છે. જુનાગઢ, અમરેલી, પોરબંદર જિલ્લામાં 5 પશુના મોત થયા છે. તેમજ જુનાગઢ જિલ્લામાં 248 પશુ સંક્રમિત થયા છે. 1 અબોલ જીવનું મોત થયુ છે. રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં લમ્પી વાયરસ બાદ વધુ એક પશુ રોગની એન્ટ્રીથી હડકંપ મચ્યો છે. હવે ઘેટા-બકરા જેવા નાના પશુઓમાં શીપપોક્સ નામનો રોગચાળો વકર્યો છે. લમ્પી જેવો શીપપોક્સ વાયરસ સુરેન્દ્રનગરના રણકાંઠા ક્ષેત્રમાં ફેલાયાની પુષ્ટી રાજ્યના પશુપાલક નિયામકે કરી છે.
199 અબોલ જીવોનુ રસીકરણ કરવામા આવ્યુ
પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસના વધુ 35 કેસ નોંધાયા છે. 1 અબોલ જીવનું મોત થયુ છે. અમરેલી જિલ્લામાં 56 કેસ સામે આવ્યા છે. 3 અબોલ જીવોના મોત થયા છે. અત્યાર સુધીમાં ઘણા પશુનુ રસીકરણ કરવામાં આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લામાં 46 કેસ નોંધાયા છે. 199 અબોલ જીવોનુ રસીકરણ કરવામા આવ્યુ હતુ.