ઉત્તર ગુજરાત

બનાસકાંઠામાં લમ્પી વાયરસનો કહેર યથાવત, વધુ 8 પશુઓના મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર યથાવત રહ્યો છે. પશુપાલન વિભાગની ટીમો દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેની વચ્ચે શુક્રવારે વધુ સાત 27 ગામોના 324 પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1934 જેટલા પશુઓમાં આ વાયરસ મળી આવ્યો છે. ત્યાં આજે વધુ 8 જેટલા પશુઓના લમ્પી વાયરસથી મોત થયા હતા.

હવે વધુ 27 ગામોમાં 324 પશુઓ સંક્રમિત થયા

જિલ્લામાં કુલ પશુઓનો મરણાંક 33 થયો છે. પશુઓના મોતને લઈ જિલ્લાના પશુપાલકો ચિંતામાં છે. જ્યારે લમ્પી વાયરસ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા વધુ 81 ગામોમાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં નવ તાલુકાઓમાં 165 ગામના પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આ વાયરસને અટકાવવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આ વાયરસને લઈને દૂધ ઉત્પાદન પર પણ અસર પડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Back to top button