કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઉના પંથકમાં લમ્પીનો કહેર, શહેર-તાલુકામાં લમ્પીથી 300થી વધુ પશુઓના મોત !

Text To Speech

ઉના અને ગીરગઢડા તાલુકામાં કુલ 371 પશુઓ લમ્પી વાયરસનો ભોગ બનેલ હોય જેમાં કુલ 4 પશુના મોતનો આંકડો નોંધાયેલ છે. જ્યારે 70 હજારથી વધુ પશુઓને વેક્સિન આપવામાં આવી હોવાનું પશુચિકિત્સકએ જણાવેલ હતું. પરંતુ ગૌરક્ષક દળના સેવાભાવી યુવાનોના જણાવ્યા મુજબ રોજ 25થી વધુ ગાયોની સારવાર કરે છે અને શહેર અને તાલુકામાં અંદાજે 300થી વધુ ગાયોના મોતનો આંકડો જણાવેલ છે.

રોજના 25 થી વધુ પશુઓની સારવાર અને વેક્સિનની કામગીરી

ઉના ગીરગઢડા પંથકમાં લમ્પી વાયરસનો કહેર વધુ વર્તાય રહ્યો છે. ત્યારે રાતડ ગામમાં લમ્પી વાયરસનો ભોગ બનેલા 8 જેટલા પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે. આ સીવાય ઉના શહેર અને તાલુકામાં અનેક પશુઓના મોત થયા હોવાનું સામે આવેલ છે. ગૌરક્ષકદળ અને હિન્દુયુવા સંગઠનના સેવાભાવી યુવાનો દ્વારા રોજના 25 થી વધુ પશુઓની સારવાર અને વેક્સિનની કામગીરી કરવામાં આવે છે. જેમાં સવારથી લઇ મોડી રાત્રી સુધીમાં અલગ અલગ ગામોમાં તેમજ શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગૌરક્ષકદળના સેવાભાવી યુવાનો સેવા કરી રહ્યાં છે.

300થી વધુ પશુઓના મોત થયા છે : ગૌરક્ષકદળ

ઉના ગૌરક્ષક દળના મહેશભાઇ બારૈયાએ જણાવેલ હતું કે છેલ્લા ઘણા દિવસથી રોજ 25થી વધુ ગાયોની રાત દિવસ સેવાભાવી યુવાનો સાથે રાખીને ગાયને વેક્સિન તેમજ આયુર્વેદીક દવા આપી સારવાર કરીએ છીએ અને ઉના શહેર અને તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે 300થી વધુ પશુના મોત નિપજ્યા હોવાનું જણાવેલ હતું.

Back to top button