ટ્રેન્ડિંગસ્પોર્ટસ

લખનૌની ટીમ છેલ્લી મેચમાં નવી જર્સી સાથે ઉતરશે મેદાનમાં, જાણો શું છે કારણ?

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં પ્લેઓફની રેસમાં સતત પોતાની દાવેદારી જાળવી રાખનાર લખનૌ સુપર જાયન્ટ્સ છેલ્લી લીગ મેચમાં કંઈક અલગ જ કરવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રોમાંચક જીત નોંધાવ્યા બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. લખનૌની ટીમ પાસે ટોપ 2માં રહીને લીગ મેચ પૂરી કરવાની તક છે.

કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા પછી પણ લખનૌ સુપર જાયન્ટ્સે તેમના પ્રદર્શનમાં ઘટાડો થવા દીધો નથી. ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં કૃણાલ પંડ્યાની કપ્તાનીમાં ટીમને શાનદાર રીતે આગળ વધારી છે. 13 મેચ રમી ચુકેલી લખનૌની ટીમે અત્યાર સુધી 7 મેચ જીતી છે જ્યારે 1 મેચ વરસાદને કારણે હારી છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે રહેલી ટીમના 15 પોઈન્ટ છે. હવે ટીમ માટે માત્ર 1 લીગ મેચ બાકી છે અને તે જીતીને તે 17 પોઈન્ટ પર પોતાની સફર પૂર્ણ કરી શકે છે.

લખનૌની ટીમ નવી જર્સીમાં ઉતરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની તેમની છેલ્લી લીગ મેચમાં, લખનૌની ટીમ 20 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. ટીમ માટે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં લખનૌની ટીમ કોલકાતાની ફૂટબોલ ક્લબ મોહન બાગાનની જર્સીના રંગમાં મેચ રમશે.

લખનૌ ટીમના વર્તમાન કેપ્ટન કૃણાલ પંડ્યાએ મરૂન જર્સીમાં તસવીર શેર કરી છે. કેપ્ટન કુલ અંદાજમાં જોવા મળે છે. ટીમનો વિસ્ફોટક મેચ ફિનિશર નિકોલસ પૂરન પણ તસવીરમાં તેની સાથે પોઝ આપતો જોવા મળે છે. મોહન બાગાન એક પ્રતિષ્ઠિત ફૂટબોલ ક્લબ છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થાય છે.

આ પણ વાંચો: WTC ફાઈનલ પહેલા જ BCCIનું મોટુ એલાન, આ શખ્સને સોંપાઈ મોટી જવાબદારી

Back to top button