ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

કે.એલ.રાહુલ નહીં, આ 5 ખેલાડીઓને રિટેન કરી શકે છે લખનઉ સુપર જાયન્ટ્સ; યાદીમાં 2 અનકેપ્ડ

  • મેગા ઓક્શન પહેલા તમામ ટીમો RTM સહિત વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે

નવી દિલ્હી, 28 ઓકટોબર: IPL 2025ની મેગા ઓક્શન આવતા મહિને થઈ શકે છે. IPL મેગા ઓક્શન પહેલા લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે. ખાસ વાત એ છે કે, તેમાં કે.એલ. રાહુલનું નામ સામેલ નથી, જ્યારે બે અનકેપ્ડ ખેલાડીઓના નામ આ યાદીમાં હોવાનું કહેવાય છે.

મેગા ઓક્શન પહેલા, તમામ ટીમો RTM(Right To Match Card) સહિત વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. જો કોઈ ટીમ 5 ખેલાડીઓને રિટેન કરે  છે, તો તેમને હરાજીના સમયે એક RTMનો ઉપયોગ કરવાની તક મળશે. 6 ખેલાડીઓને રિટેન કરતી વખતે, ટીમોએ 5 કેપ્ડ ખેલાડીઓને રિટેન કરવા પડશે અને એક અનકેપ્ડ ખેલાડીનો પણ સમાવેશ થશે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ 31 ઓક્ટોબરે IPL ગવર્નિંગ કાઉન્સિલને તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે.

રાહુલ મેગા ઓક્શનમાં જઈ શકે છે

અહેવાલ અનુસાર, લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 5 ખેલાડીઓને રિટેન કરી શકે છે. જેમાં કેએલ રાહુલનું નામ સામેલ નથી. તે છેલ્લી 3 સીઝનથી IPLમાં આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, પરંતુ તેની કેપ્ટનશીપમાં લખનઉની ટીમ એક વખત પણ ટાઈટલ જીતી શકી નથી. તેના સ્ટ્રાઈક રેટ પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ નિકોલસ પુરન, મયંક યાદવ, રવિ બિશ્નોઈને કેપ્ડ ખેલાડીઓ તરીકે રિટેન કરવા માટે તૈયાર છે. આ સિવાય યુવા ખેલાડી મોહસીન ખાન અને આયુષ બદોનીને અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન કરવામાં આવી શકે છે. અનકેપ્ડ ખેલાડીને રિટેન કરવા માટે ફ્રેન્ચાઇઝીએ 4 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. લખનઉની ટીમમાં આ પાંચ ખેલાડીઓની વાપસી થશે તે લગભગ નિશ્ચિત છે. આ સિવાય લખનઉમાં મેગા ઓક્શન માટે RTMનો વિકલ્પ પણ હશે.

નિકોલસ પુરન પણ બની શકે છે કેપ્ટન

મળતી માહિતી મુજબ, લખનઉની ટીમ નિકોલસ પુરનને નંબર વન પર રાખી શકે છે અને આ માટે 18 કરોડ રૂપિયા ચૂકવી શકે છે. IPL 2024માં કે.એલ. રાહુલની ગેરહાજરીમાં પણ પુરણે ટીમની કમાન સંભાળી હતી. તે ધમાકેદાર બેટિંગ માટે જાણીતો છે અને મેચને પોતાના દમ પર ફેરવી શકે છે. તે વિકેટકીપરની જવાબદારી પણ નિભાવી શકે છે. અત્યાર સુધી તેણે 76 IPL મેચોમાં 1769 રન બનાવ્યા છે જેમાં 9 અડધી સદી સામેલ છે. લખનઉની ટીમ તેને કેપ્ટન બનાવી શકે છે.

મયંક યાદવે જોરદાર પ્રદર્શન કર્યું હતું

મયંક યાદવ તેની પ્રથમ IPL સિઝનમાં બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે તેની પ્રથમ બે IPL મેચમાં પ્લેયર ઓફ ધ એવોર્ડ જીત્યો હતો. આ પછી તેને ઈજા થઈ હતી. તેણે કુલ ચાર મેચ રમી છે, જેમાં તે 7 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. લખનઉની ટીમે તેને IPL 2024 માટે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તાજેતરમાં જ તેણે બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. રવિ બિશ્નોઈએ પણ IPLમાં ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે અને તે મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે.

IPL 2024માં ટીમ 7મા નંબર પર હતી

લખનઉની ટીમે IPL 2022 અને 2023માં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, પરંતુ તે પછી ટીમ એલિમિનેટરથી આગળ વધી શકી ન હતી. આ ઉપરાંત, ટીમે IPL 2024માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જ્યારે તે પ્લેઓફમાં પહોંચવાથી દૂર પોઈન્ટ ટેબલમાં 7માં નંબરે હતી.

આ પણ જૂઓ: કોહલીના બેટમાંથી નથી આવી રહ્યા રન, સિરીઝ હાર્યા બાદ દિનેશ કાર્તિકે આપી આશ્ચર્યજનક સલાહ

Back to top button