ટ્રેન્ડિંગધર્મ

ફેંગશુઇના આ ઉપાયોથી ચમકી શકે છે કિસ્મતઃ દુર થશે તમામ અડચણો

Text To Speech
  • ફેંગશુઇની કેટલીક વાતોનું ધ્યાન રાખો તો જીવનની બાધાઓ દુર થઇ શકે
  • ઘરના દક્ષિણ-પુર્વ ખૂણાને વેલ્થ કોર્નર માનવામાં આવે છે
  • ફેંગશુઇ મુજબ ઘરનો કાચ પરિવારજનોના સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ લાવે છે

ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા માટે ફેંગશુઇના ઉપાયો અત્યંત લાભદાયી માનવામાં આવે છે. ફેંગશુઇની કેટલીક વાતોનું ધ્યાન રાખો તો જીવનની દરેક બાધાઓ દુર થઇ શકે છે અને તે ઉપાયો જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો આપી શકે છે. પરિવારના તમામ સભ્યોને શુભ કાર્યોમાં સફળતા મળવા લાગે છે અને ભાગ્ય તેમનો સાથ આપે છે. જાણો ફેંગશુઇના કેટલાક સરળ નિયમો

ઘરનું ફ્રંટ ડોર

ઘરના ફ્રંટ ડોરને સુંદર બનાવવાની કોશિશ કરો. ઘરના ફ્રંટ ડોરનો કલર હળવા રંગથી રંગાવો. તેની નિયમિત સાફ-સફાઇ કરો. ઘરના પ્રવેશ દ્વાર પર તમે છોડ પણ લગાવી શકો છો.

ઘરનો દક્ષિણ-પુર્વ ખુણો

ઘરના દક્ષિણ-પુર્વ ખૂણાને વેલ્થ કોર્નર માનવામાં આવે છે. તે ઘરની સુખ-સમૃદ્ધિ વ્યક્ત કરે છે. ઘરની આ દિશામાં મની પ્લાન્ટ, ફિશ એક્વેરિયમ કે સિક્કાઓથી ભરેલું બાઉલ રાખવુ શુભ કહેવાશે. સાથે સાથે ઘરના આ ખુણાની નિયમિત સાફ સફાઇ કરો.

ફેંગશુઇના આ ઉપાયોથી ચમકી શકે છે કિસ્મતઃ દુર થશે તમામ અડચણો hum dekhenge news

ફેંગશુઇ કાચબો

ઘરના સુખ-સૌભાગ્ય અને ધનમાં વૃદ્ધિ માટે ફેંગશુઇ કાચબો ઘરે લાવી શકો છો. તેને ઘરના મુખ્યદ્વાર પર સ્થાપિત કરો. માન્યતા એવી છે કે આમ કરવાથી ધન-દોલત અને સુખ-સંપતિમાં વૃદ્ધિ થશે.

ઘરમાં લગાવો કાચ

ફેંગશુઇ મુજબ ઘરનો કાચ પરિવારજનોના સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. ધનમાં વધારા માટે ડાઇનિંગ ટેબલ સામે એક કાચ લગાવો. તમે તમારી ઓફિસમાં પણ મિરર લગાવી શકો છો. એવી માન્યતા છે કે આમ કરવાથી ધન-દોલતની કમી રહેતી નથી અને વેપારમાં લાભ થાય છે.

વિંડ ચાઇમ લગાવો

કાર્ય અને વેપારમાં વૃદ્ધિ માટે તમે તમારા ઘરમાં એક વિન્ડ ચાઇમ પણ લગાવ શકો છો. તેના કારણે કારકિર્દીના નવા માર્ગ ખુલી શકે છે અને ધન-સંપતિમાં વધારો થાય છે.

આ પણ વાંચોઃ કેટલીક ભૂલો તમારા ફોનની બેટરી ખરાબ કરશેઃ આજે જ બદલો આ આદતો.

Back to top button