- NSEએ આજે કરી જાહેરાત
- 13 જુલાઈથી નવા ફેરફારો લાગુ થશે
- મર્જરની જાહેરાત થયા બાદ HDFC 13 જુલાઈએ ડિલિસ્ટ કરવામાં આવશે
IT સેક્ટરની અગ્રણી LTI Mindtree Limitedને HDFC બેન્ક સાથે HDFC બેન્કના મર્જર પછી નિફ્ટી-50 ઇન્ડેક્સમાં સ્થાન મળશે. NSE એ મંગળવારે જણાવ્યું હતું કે આ ફેરફારો 13 જુલાઈ, 2023 (12 જુલાઈએ બજાર બંધ થયા પછી) થી લાગુ થશે. 1 જુલાઈના રોજ મેગા મર્જરની જાહેરાત થયા બાદ HDFC 13 જુલાઈએ ડિલિસ્ટ કરવામાં આવશે.
જિંદાલ HDFC લિ. નું સ્થાન લેશે
આ ઉપરાંત, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ નિફ્ટી 100 ઇન્ડેક્સમાં HDFC લિમિટેડનું સ્થાન લેશે. NSE એ જણાવ્યું કે 13 જુલાઈના રોજ મેનકાઇન્ડ ફાર્મા નિફ્ટી 500 ઇન્ડેક્સમાં HDFC લિમિટેડનું સ્થાન લેશે. LIC હાઉસિંગ ફાઇનાન્સ, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં HDFC લિમિટેડનું સ્થાન લેશે.
HDFC નો શેર રૂ.2880.80 ઉપર બંધ રહ્યો
નુવામાની પ્રાથમિક ગણતરી સૂચવે છે કે નિફ્ટી 50માં પ્રવેશને કારણે IT સ્ટોકમાં આશરે $150-160 મિલિયનનો પ્રવાહ આવી શકે છે. મંગળવારે, BSE પર LTI Mindtreeનો શેર 0.6% વધીને Rs 5,242 પર બંધ થયો હતો, HDFCનો શેર BSE પર 0.33% વધીને Rs.2,880.80 પર બંધ થયો હતો.