

કેન્દ્ર સરકારે આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક કરી છે. લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પરિણામે કેટલાક ઉત્તરપૂર્વીય રાજ્યોમાં સેનાની તૈનાતીમાં ઘટાડો થયો હતો.

સેનામાં મહત્વના હોદ્દા પર હતા
લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ 1981 થી 2021 સુધી સેનામાં મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. તેઓ 40 વર્ષની શાનદાર સેવા બાદ 31 મે 2021ના રોજ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના ચીફ (જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ)ના પદ પરથી નિવૃત્ત થયા હતા. પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ચૌહાણના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદમાં મોટો ઘટાડો થયો હતો. તેમના નેતૃત્વ હેઠળ પૂર્વીય કમાન્ડે ભારત-ચીન સરહદે રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની હિંમત દર્શાવી હતી. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ મૂળ ઉત્તરાખંડના છે.
Lt General Anil Chauhan (retd) appointed as new Chief of Defence Staff
Read @ANI Story | https://t.co/bJWuz6wydq#ChiefofDefenceStaff #LtGeneralAnilChauhan #CDS #Defenceforces pic.twitter.com/G1pmQPeQGU
— ANI Digital (@ani_digital) September 28, 2022
અનેક સન્માન મેળવ્યા
લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જનરલ બિપિન રાવતના નિધન બાદ આ પદ ખાલી હતું. જરાલાલ વિપિન રાવતનું 1 ડિસેમ્બર 2021ના રોજ કુન્નૂર, તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. જનરલ રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. આ હેલિકોપ્ટર અકસ્માતમાં જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત સહિત સેનાના 14 જવાનો શહીદ થયા હતા.

અનેક કામગીરીમાં મહત્વની ભૂમિકા
ઈસ્ટર્ન કમાન્ડની જવાબદારી સંભાળતા પહેલા લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને નવી દિલ્હીમાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. DGMO તરીકે તેમણે ‘ઓપરેશન સનરાઈઝ’માં ચીફ સ્ટ્રેટેજિસ્ટની ભૂમિકા ભજવી હતી. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ મ્યાનમારની સેના સાથે મળીને સરહદોની નજીક આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાના ટોચના કમાન્ડરોમાંના એક લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ પણ બાલાકોટમાં પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના સાથે સંકળાયેલા હતા.