IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

LSG vs PBKS: લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

લખનૌ, 30 માર્ચ: IPL 2024ની 11મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમો સામ સામે છે. લખનૌ સ્થિત અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: ડી કોક (WC), કે.એલ રાહુલ, દેવદત્ત પડીક્કલ, આયુષ બદોની, નિકોલસ પૂરન (C), માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, મણિમરણ સિદ્ધાર્થ

પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (C), જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (WC), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

અત્યાર સુધી બંને ટીમોની સ્થિતિ

શિખર ધવનની કેપ્ટન્સીમાં પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં 2 મેચ રમી છે, જેમાં તેણે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું પરંતુ RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, લખનૌએ અત્યાર સુધી IPL 2024માં તેની પ્રથમ અને એકમાત્ર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 20 રને હાર્યું હતું. બંને ટીમો જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

પિચ રિપોર્ટ

આ મેચ લખનૌ સ્થિત અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જે સામાન્ય રીતે બોલિંગ માટે સારી માનવામાં આવે છે. તાજેતરના સમયમાં બેટ્સમેનોના આક્રમક વલણને જોતા બોલરો વધુ પ્રભુત્વ મેળવી શકશે તેવી શક્યતા નથી. ખાસ કરીને બંને ટીમો સ્પિન બોલિંગ પર ઘણો આધાર રાખી શકે છે.

આ પણ વાંચો: RCB સામે નારાયણ અને વેંકટેશની તોફાની બેટિંગ, KKRની 7 વિકેટે જીત

Back to top button