રાજ્યમાં હજારો યુવાનો સાથે જોડાયેલી LRD ભરતી બોર્ડે મોટી રાહત આપી છે. LRD ભરતીના વેઈટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. LRD ભરતી બોર્ડે 2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દીધુ છે. LRD-2018ના વેઈટિંગ લિસ્ટમાં 1327 પુરુષ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 1112 મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
LRD વેઈટિંગ લિસ્ટ માટે ઉમેદવારો ઘણાં લાંબા સમયથી આંદોલન કરતાં હતા. જો કે હવે લોકરક્ષક ભરતી-2018ના ઉમેદવારોની પ્રતિક્ષા યાદી વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવી છે. જેને તમે https://t.co/8F2SIOkijD ઉપર મૂકી દેવામાં આવી છે. જેના પર જઈને આપ ચેક કરી શકશો.
ભરતી બોર્ડના ચેરમેન IPS વિકાસ સહાયે ટ્વીટ કરીને જણાવ્યું છે કે,
લોકરક્ષક ભરતી-૨૦૧૮ ઉમેદવારોની પ્રતિક્ષાયાદી વેબસાઇટ https://t.co/8F2SIOkijD ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે જોઇ લેવા વિનંતી છે.
— Vikas Sahay, IPS (@VikasSahayIPS) July 16, 2022
22 એપ્રિલ, 2018ના રોજ LRD ભરતીનું વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે LRDના ઉમેદવારોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી. જેના અંતે હર્ષ સંઘવીએ પણ વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ જલ્દી વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની ખાતરી આપી હતી.