

દિવસેને દિવસે મોઘવારી વધી રહી છે ત્યારે હવે મોઘવારીમાં પીસાતી જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં ગેસ કંપનીઓએ ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈંડિયન ઓયલની વેબસાઈટ પર મળેલી જાણકારી મુજબ 14.2 કિલોના ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. જે બાદ તેની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે.
LPG ગેસ સીલીન્ડરના ભાવમાં વધારો
સાથે જ 5 કિલોવાળા ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં પણ 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 14.2 કિલોવાળા ઘરેલૂ ગેસ સિલેન્ડરના નવા ભાવ 6 જૂલાઈથી લાગૂ થઈ ગયા છે. એટલે કે આજે આપ ગેસ સિલેન્ડર બુક કરાવશો તો હવે આપને 1003ની જગ્યાએ 1053 રૂપિયા આપવા પડશે.