બજેટ આવે તે પહેલા ખુશખબર મળી ગઈ:LPG સિલિન્ડરના ભાવ ઘટી ગયા, હવે આટલા રુપિયામાં મળશે બાટલો


નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: આજે દેશનું સામાન્ય બજેટ આવવાનું છે અને તે અગાઉ એલપીજી સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મુક્યો છે. આ સિલિન્ડરના ભાવ 7 રુપિયા સુધી ઘટ્યા છે અને ત્યાર બાદ રાજધાની દિલ્હીમાં એક કોમર્શિયલ ગેસ સિલિન્ડર બજેટવાળા દિવસથી 1804 રુપિયાથી ઘટીને 1797 રુપિયા થઈ ગયા છે. જો કે, ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયા નથી.
દિલ્હીથી મુંબઈ સુધી LPG સસ્તો
ઈંડિયન ઓયલની વેબસાઈટ પર જોઈએ તો, ઓયલ માર્કેટિંગ કંપનીએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દીધા છે અને તેને આજ 1 તારીખથી લાગૂ કરી દીધા છે. દેશના ચાર મહાનગરોની વાત કરીએ તો, જ્યાં દિલ્હીમાં તે ઘટીને 1797 રુપિયા થઈ ગયા છે. તો વળી કોલકાતામાં તેના ભાવ 1911 રુપિયાથી ઘટીને 1907 રુપિયા થઈ ગયા છે. મુંબઈમાં હવે 1756 રુપિયાની જગ્યાએ 1749.50 રુપિયામાં મળશે, જ્યારે ચેન્નઈમાં તેની કિંમત 1966 રુપિયાથી ઘટીને 1959.50 રુપિયા થઈ ગયા છે.
વર્ષ 2025માં બીજી વાર કાપ
આ અગાઉ વર્ષ 2025ની શરુઆત એટલે કે 1 જાન્યુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા. નવા વર્ષના અવસર પર ઓયલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં દિલ્હીથી મુબઈ સુધી 14-16 રિપિયા સુધીનો કાપ મુક્યો હતો. જ્યારે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં 19 કિલોવાળા ગેસ સિલિન્ડરા ભાવમાં તગડો વધારો થયો હતો.
ઘરેલૂ એલપીજીના ભાવ સ્થિર
લાંબા સમયથી 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળે છે. પણ 14 કિલોવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યા નથી. 1 ફેબ્રુઆરીના રોજ પણ તેના ભાવ સ્થિર છે અને તે 1 ઓગસ્ટ 2024વાળા રેટ પર જ મળી રહ્યો છે. દિલ્હીમાં તેની કિંમત 803 રુપિયા, કોલકાતામા 829 રુપિયા, મુંબઈમાં 802.50 અને ચેન્નઈમાં 818.50 રુપિયા યથાવત છે.
આ પણ વાંચો: 1 ફેબ્રુઆરી, 2025: તુલા રાશિ પૈસા ખર્ચવાની ટેવ પર નજર રાખે