ટોપ ન્યૂઝનેશનલ

LPG Cylinders : કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો નવા ભાવ

Text To Speech

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1856.50 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો : Gujarat : મુખ્યમંત્રીના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ તબિયત સ્થિર

ગયા મહિને 1 એપ્રિલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 91.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ, પેટ્રોલિયમ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ વર્ષે 1 માર્ચે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 350.50 અને ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 50નો વધારો કર્યો હતો. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમતો નક્કી કરે છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1960.50 રૂપિયા, મુંબઈમાં 1808.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2021.50 રૂપિયા થઈ ગઈ છે.

Back to top button