ગુજરાતના નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં જાણો ઠંડીની આગાહી
- રાજ્યના નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન રહ્યું છે
- ડીસામાં 11, ગાંધીનગરમાં 14, હિમંતનગરમાં 13 ડિગ્રી લધુત્તમ તાપમાન
- માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને -3 ડિગ્રી સુધી પહોંચી ગયો
કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે તેમજ અમદાવાદમાં પણ ઠંડી હવે શરૂ થઈ છે. ચોવીસ કલાકમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને -3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 5 ડિગ્રી
કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં સીઝનનું સૌથી ઓછુ 12 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત ગુજરાતના 10થી વઘુ શહેરોમાં 15 ડિગ્રી ઓછું તાપમાન નોધાયું હતું. નવેમ્બર પૂરો થયા બાદ ડિસેમ્બરમાં પણ લધુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું તેમજ દિવસે બપોરના સમયે શહેરીજનોને ગરમી-તાપનો અનુભવ થતો હતો.
ઠંડા પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
પરંતુ બે દિવસથી દિવસે પણ ઠંડા પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને દિવસ દરમિયાન શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં આગામી 3 દિવસ 13મી સુધી લધુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે 14મીથી 16મી સુધીમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
ડીસામાં 11, ગાંધીનગરમાં 14, હિમંતનગરમાં 13 ડિગ્રી લધુત્તમ તાપમાન
અમરેલીમાં 13, ભાવનગરમાં 15, ભુજમાં 12, દાહોદમાં 14, ડીસામાં 11, ગાંધીનગરમાં 14, હિમંતનગરમાં 13, રાજકોટમાં 12 અને સુરતમાં 15 ડિગ્રી અને જામનગર-દ્વારકામાં 16 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આ શહેરોમાં મહત્તમ તાપમાન 26થી29 ડિગ્રી આસાપસ રહ્યું છે.