ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ઓડિશાના દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતા

Text To Speech

ભુવનેશ્વર: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી પરિભ્રમણની અસરને કારણે આંદામાન-નિકોબાર ટાપુઓ, આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર લો પ્રેશર સર્જાયું છે. ભુવનેશ્વરમાં હવામાન કેન્દ્રના વિજ્ઞાની સંજીવ દ્વિવેદીએ બંગાળની ખાડી પર સર્જાયેલા ઓછા દબાણને કારણે માછીમારોને 15 થી 17 નવેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. લોકોને દરિયામાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ સિવાય ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

16 નવેમ્બરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશન સર્જાવવાની સંભાવના છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરે ઓડિશાના ગંજમ, જગતસિંહપુર, પુરી, ભદ્રક અને કટક જિલ્લામાં એ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 17 નવેમ્બરે બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપારા, કટક, જગતસિંહપુર, કેઓંઝાર, મયુરભંજ, ખુર્દા, પુરી અને ઢેંકનાલ જિલ્લામાં વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે.

બીજી તરફ, બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે તમિલનાડુમાં આજે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત પુડુચેરીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે આજે તામિલનાડુ અને પુડુચેરીના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. 16 નવેમ્બરની આસપાસ મધ્ય અને અડીને આવેલા બંગાળની ખાડી પર દબાણ વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના આ વિસ્તારોમાં આવશે ભારે વરસાદ

Back to top button