‘મૈંડૂસ’ ચક્રવાતનો તમિલનાડુ, આંધ્રા, અને પુડ્ડચેરીમાં ખતરો, તંત્ર એલર્ટ મોડમાં
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા તમિલનાડુંના ઘણા ભાગોમાં ફરી એકવાર વરસાદ તબાહી મચાવી શકે છે. બંગાળ ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. ત્યારે તા. 9મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનની સંભાવનાને લીધે તમિલનાડુંના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. ત્યારે તુફાન ગુરુવારે ઉત્તર તમિલનાડું, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે પહોચ્યું હતુ.
તમિલનાડું ભારે વરસાદની શક્યતાઓ
IMDએ કહ્યુ કે, અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં સામાન્ય કે મધ્યમ વરસાદ પડવાની શક્યાતાઓ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ ચક્રવાતી તોફાન મૈંડુસ બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં કરાઈકલના દક્ષિણપૂર્વમાં લગભગ 500 કિમી દૂર હાજર છે. ત્યારે 9મી ડિસેમ્બરે ઉત્તરી તમિલનાડું અને પુડુચેરીમાં અલગ- અલગ સ્થળો પર ત્રણ દિવસ ભારેથી ખૂબ ભારે વરસાદની શક્યતાઓ છે. કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે તેની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. જેના માટે NDRFની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘મૈંડૂસ’ ચક્રવાતનો દક્ષિણ ભારતમાં ખતરો, તમિલનાડુના 13 જિલ્લામાં રેડ એલર્ટ
ગંભીર ચક્રવાતી તોફાનનો ખતરો
ચેન્નાઈથી પુડુચેરી લગભગ 160 કિમી દૂર છે. ત્યારે તમિલનાડુ સરકારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીના પગલા લીધા છે. ત્યારે શુક્રવારે સવારે 85 થી 95 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. જેના કારણે દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.