ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદમાં લવ જેહાદ: ઈલિયાસે ‘યસ’બનીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

Text To Speech

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવતા ખળભળાય મચી જવા પામ્યો છે. જેમાં ઈલિયાસ નામના યુવકે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ લવ જેહાદ-humdekhengenews

અમદાવાદના ઈસનપુરમાં લવ જેહાદની ઘટના

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઈસનપુર ખાતે રહેતી 16 વર્ષીય સગીરાને ઈલિયાસ નામના યુવકે યશ નામ જણાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. અને ત્યાર બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું, અને સગીરાને જ્યારે યુવકનું અસલી નામ ઈલિયાસ હોવાની જાણ થઈ ત્યારે તેને આ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. જેથી માતાએ ઈસપુર પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને સમગ્ર હકકત જણાવી ઈલિયાસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : રાજકોટ : શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ સોની બજારમાં પોલીસનો સપાટો, આટલા લોકો સામે કાર્યવાહી

અમદાવાદ લવ જેહાદ-humdekhengenews

પોલીસ ટોળામાંથી યુવકને માંડ બચાવી લઈ ગઈ

આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યુ હતુ કે ઈસનપુર પોલીસ સ્ટેસનમાં ભોગ બનનારી સગીરાની માતાએ નોંધાયેલ ફરિયાદ મુજબ તેમની દીકરીને કપડાની દુકાનમાં નોકરીએ રાખીને ખોટી ઓળખ આપીને આરોપી ઈલિયાસે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો. અને આ સમગ્ર ઘટના સામે આવતા આ યુવકને માર મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસ અહીં આવીને યુવકને ટોળાથી બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

આ પણ વાંચો : ખેડા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાંણે કોંગ્રેસને મળ્યો દગો, શહેર કોંગેસના પ્રમુખ સહિત 150 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

Back to top button