લવ જેહાદ અટકતી નથીઃ સુરતમાં ફૈઝાને દિપક બનીને પરિણીતાને ફસાવી

સુરત, 27 માર્ચ, 2025: Love Jihad ગુજરાત સહિત દેશભરમાં લવ જેહાદની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. આવો તાજો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે જ્યાં ફૈઝાન નામના એક બદમાશે દિપક બનીને પરિણીતાને ફસાવી એટલું જ નહીં પરંતુ તેને Faizan impersonates Deepak in Surat to trap a married woman લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું.
મળતા અહેવાલ મુજબ, સુરતમાં વધુ એક વિધર્મી યુવકે પરિણીતા પર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. શહેરમાં અડાજણમાં વિધર્મી યુવકે હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વિધર્મીએ પોતે હિંદુ હોવાની ખોટી ઓળખ આપી પરિણીતા સાથે મિત્રતા કેળવી અને બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી. પરિણીતાનો પતિ જેલમાં હોવાથી મિત્ર બનેલા આ બદમાશ વિધર્મી યુવક સાથેનો હિન્દુ મહિલાનો પરિચય વધુ ગાઢ થયો. પરંતુ યુવકનું આધારકાર્ડ પરિણીતાના હાથમાં આવતા ભાંડો ફૂટ્યો હતો.
અહેવાલ મુજબ અડાજણમાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પરિચય થયો. યુવકે પોતાનું નામ દિપક શાહ હોવાનું જણાવ્યું હતું. યુવકે પરિણીતાને પ્રથમ મુલાકાત વખતે કહ્યું હતું કે એક વખત મળો એટલે ઓળખી જશો. દિપક નામનો યુવક અને પરિણીતાનો પરિચય આગળ વધ્યો અને તેમની મુલાકાતો વધવા લાગી. પરિણીતાનો પતિ જેલમાં હોવાથી અનેક બાબતો પર દિપક તેને મદદ કરતો હતો. વારંવાર મુલાકાત અને યુવકની મદદના કારણે પરિણીતાને પણ ગમવા લાગ્યો. યુવક અને પરિણીતાનો સંબંધ વધુ ગાઢ થયો અને તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. દિપક નામનો યુવક અને પરિણીતા વચ્ચે શરીર સંબંધ બંધાયો. પરિણીતા યુવકની પ્રેમજાળમાં ફસાઈ અને શોષણનો સિલસિલો શરૂ થયો. એક દિવસ બંને હોટલમાં ગયાં હતાં ત્યારે દિપકે જે આધારકાર્ડ આપ્યું હતું તેણે યુવકની પોલ ખોલી.
મિત્ર અને બાદમાં પ્રેમી બનેલા દિપક નામના યુવકની વિધર્મી હકીકત સામે આવતા પરિણીતાને છેતરપિંંડી થયાનો અનુભવ થયો. પરિણીતાને ભાન થાયું કે આ યુવકે તેની એકલતાનો લાભ લઈ તેને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે સંબંધ બાંધ્યો. યુવકની વાસ્તવિક ઓળખનું પરિણીતાની જાણ થતાં પોલીસમાં યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે એક શખ્સે હિંદુ યુવક હોવાની ખોટી ઓળખ આપી તેને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. હિંદુ યુવક દિપક શાહની ઓળખ આપનાર યુવક હકીકતમાં મુસ્લિમ યુવક ફૈઝાન છે. એકલી રહેતી પરિણીતાનો આરોપી ફૈઝાન શેખે ગેરલાભ ઉઠાવ્યાની ફરિયાદને પગલે અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી ફૈઝાન હનીખ શેખેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં અન્ય એક વાત એવી પણ છે કે, આ મુસ્લિમ યુવક ફૈઝાન હનીખ શેખે પરણિતાને મિત્રતા કેળવી ફસાવી હતી. ફૈઝાને પરણિતાને પોતે હિન્દુ હોવાની ઓળખ આપી હતી. બાદમાં આરોપી ફૈઝાને પરણીતા સાથે લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પરણિતાએ લગ્નનું દબાણ કરતાં યુવકે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી પરણીતા આરોપીના ઘરે પહોંચી હતી. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આરોપી ફૈઝાન હિંદુ નહી પરંતુ મુસ્લિમ છે. બાદમાં છેતરપિંડી, દુષ્કર્મનો ભોગ બનનારી પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરણિતાનો પતિ હાલ હત્યાના કેસમાં જેલમાં બંધ છે. પતિ જેલમાં હોવાનો લાભ ઉઠાવી ફૈઝાને મહિલા સાથે મિત્રતા વધારી હતી. અડાજણ પોલીસે ફરિયાદ નોંધી આરોપી ફૈઝાનની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ પરીક્ષાનું પરિણામ જાહેર થાય એ પહેલા ગભરામણ થઈ રહી હોય તો આ રીતે કરો કન્ટ્રોલ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD