ગુજરાતમાં વધુ એક ‘લવ જેહાદ’, સગીરાને ભગાડી ગયો વિધર્મી રિક્ષા ચાલક
સુરત શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારની 17 વર્ષીય સગીરાને અબ્દુલ હામીદ હાસિમ નામનો 45 વર્ષીય વિધર્મી પોતાની પ્રેમજાળમાં ફસાવીને લઈ ગયો છે. આ મુદ્દે સચિન પોલીસ સ્ટેશમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે.પોલીસે સીસીટીવી તથા મોબાઇલ લોકેશનના આધારે ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
લાજપોરમાં ઘટના બાદ સ્થિતિ તંગ
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિન-નવસારી રોડ પર આવેલા લાજપોર ગામમાં રહેતા આદિવાસી પરિવારની ગામની જ મસ્જિદ મહોલ્લામાં રહેતા 45 વર્ષીય અબ્દુલ હાસિમ સાથે નોકરી પર ઓટોમાં આવવા જવા દરમિયાન પરિચય થયો હતો. ઓટો ચાલક અબ્દુલે 17 વર્ષીય સગીરાને લોભ લાલચ આપીને ફસાવી હતી. ગત્ત 8 ઓક્ટોબરે જ્યારે યુવતી સાંજે નોકરીએથી ઘરે પરત નહી આવતા પરિવારે શોધખોળ આદરી હતી. યુવતીના પરિવારે સગીરા જ્યાં નોકરી જતી હતી ત્યાં પુછપરછ કરી તો માહિતી મળી કે સગીરા નોકરી પર આવી જ નહોતી.
રિક્ષા ચાલક લલચાવીને સગીરાને લઈ ગયો
પરિવારે રિક્ષા ચાલક અબ્દુલના ઘરે જઇને પુછપરછ કરતા માહિતી મળી કે તે પણ ગુમ છે. ત્યાર બાદ સગીરાના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. સંપુર્ણ હકીકત પોલીસને જણાવી હતી. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે ઓટો ચાલક અબ્દુલ હાસિમ વિરુદ્ધ અપહરણ, એટ્રોસિટી અને પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.
સીસીટીવીના આધારે તપાસ
સુરત પોલીસે જણાવ્યું કે, 8 ઓક્ટોબરે બનેલી આ ઘટના મુદ્દે પોલીસ લાજપોર ગામમાં લાગેલા સીસીટીવી, મોબાઇલ લોકેશનના આધારે આરોપી અબ્દુલ હાસિમને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવીને તપાસ ચલાવી રહી છે. સગીરા સચિન વિસ્તારના જ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં નોકરી કરતી હતી. ઓટો ચાલક તેને લેવા અને મુકવા માટે લાવતો લઇ જતો હતો. સગીરાનું અપહરણ કરનારા ઓટો ડ્રાઇવરની રિક્ષા પલસાણામાંથી મળી આવી છે.