સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે જાગૃતતી ફેલાવતા બેનરો લાગ્યા
લવ જેહાદના મુદ્દે લોકોને જાગૃત કરવા માટે અનેક સમાજ દ્વારા જાગૃતિ સભા યોજવામાં આવી હતી. ત્યારે સુરતમાં પણ લવ જેહાદને લઈને લોકોમાં જાગૃતિ આવે આથી સુરતમાં પાટીદાર સમાજ ધ્વારા લવ જેહાદ અંગે સમાજમાં જાગૃતિ માટે લવ જેહાદ જાગૃતિ સભા નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્ય મહમાન તરીકે કાજલ હિન્દુસ્તાની ને બોલવામાં આવ્યા છે .
લવ જેહાદના મુદ્દે બેનરો લાગ્યા
અનવાર બનતા લવ જેહાદ મુદ્દે કેટલાક પાટીદાર અગ્રણીઓનો સંપર્ક કરતાં જાણવા મડાયું કે હાલ સમાજ માં જે રીતે લવ જેહાદ ના કિસ્સાઓ બની રહ્યા છે તેને લઈને જાગૃતિ ફેલાવવી જરુરી છે. ત્યારે આજે બેનરો સાથે લવ જેહાદ અને લેન્ડ જેહાદના બેનર લગાવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર સભા નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવામાં આવ્યુ છે કે, આજકાલ છોકરીઓની અણસમજન ના લીધે કેટલાક લોકો તેનો ફાયદો ઉઠાવી બહેલાવી ફોસલાવી ને લવ જેહાદનુ કૃત્ય કરી છોકરીઓની જિંદગી બરબાદ કરે છે
જાગૃતિ ફેલાવવા માટે સભા યોજાઈ
ત્યારે આ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ આ સભા કોઈ પણ પાર્ટીના સમર્થન કે વિરોધમાં નથી ફક્ત પાટીદાર સમાજમા અને અન્ય સમાજના લોકો માં જાગૃતિ માટે આ સભા નું આયોજન કરવામાં આવ્યું છે તે જણાવ્યુ હતુ.
આ પણ વાંચો: ગૃહ મંત્રી અમિત શાહ એક્શન મોડમાં, આજે ફરી ગુજરાતની મુલાકાતે