પ્રેમ, આકર્ષણ કે પછી કેરઃ ફોરહેડ કિસ કરવાનો સાચો અર્થ જાણો છો?
- કોઇ વ્યક્તિ માટે કેટલો પ્રેમ છે તે વ્યક્ત કરવા અલગ અલગ રીતો અપનાવાય છે
- ફોરહેડ કિસ એટલે કે માથા પર કિસ કરવી. આ એ અંદાજ છે જેનાથી કોઇ પણ વ્યક્તિ ફીદા થઇ શકે છે
- ફોરહેડ કિસ માત્ર તમારો પાર્ટનર જ નહીં, માતા-પિતા, ભાઇ-બહેન કે મિત્ર પણ કરી શકે છે.
પ્રેમ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. પ્રેમ કરવો જેટલો સરળ છે, એટલું જ અઘરૂ છે તેને જતાવવું. કોઇ વ્યક્તિ માટે કેટલો પ્રેમ છે તે વ્યક્ત કરવા લોકો કદાચ અલગ અલગ રીતો અપનાવતા હશે. જેમકે એકબીજાના વખાણ કરવા, જાદુની જપ્પી આપવી, હાથ પર કિસ કરવી કે પછી લવ નોટ લખવી. તેમાંથી એક સુંદર અંદાજ છે ફોરહેડ કિસ એટલે કે માથા પર કિસ કરવી. આ એ અંદાજ છે જેનાથી કોઇ પણ વ્યક્તિ ફીદા થઇ જાય છે. ફોરહેડ કિસ ઘણુ કહી જાય છે. એ જરૂરી નથી કે આ કિસ તમારો પાર્ટનર જ કરે, તે કોઇ પણ કરી શકે છે. તમારા માતા-પિતા, ભાઇ-બહેન કે મિત્ર પણ કરી શકે છે. આ છે ફોરહેડ કિસ કરવાનો સાચો અર્થ..
દિલથી જોડાણ હોવુ
જ્યારે રિલેશનશિપની વાત આવે છે તો તમારો પાર્ટનર તમને ફોરહેડ કિસ કરે છે. તેનો અર્થ એ થાય છે કે તે દિલથી તમારી સાથે જોડાયેલો છે અને હંમેશા રહેવા ઇચ્છે છે.
ઇજ્જત અને સન્માન દર્શાવવુ
જ્યારે કોઇ વ્યક્તિ ફોરહેડ કિસ કરે તેનો અર્થ એ છે કે તમારો પાર્ટનર તમારી સાથે આજીવન રહેવા ઇચ્છે છે. તે તમને ફક્ત પ્રેમ નથી કરતો, પરંતુ તમારી ઇજ્જત પણ કરે છે. તે તમને સન્માન સાથે રાખવા ઇચ્છે છે. તેનો અર્થ એ પણ છે કે તે તમને પ્રેમ કરે છે અને તમને ક્યારેય ગુમાવવા ઇચ્છતો નથી.
આત્માને સ્પર્શી જાય છે
શરૂઆતના સમયમાં જો તમારો પાર્ટનર તમારી સાથે આ પ્રકારના જેસ્ચર રાખે છે તો સમજી લો કે તે તમને પ્રેમનો ઇઝહાર કરી રહ્યો છે. આ પાર્ટનર પાસે તમારી આત્માને સ્પર્શી લેવાની અજીબ ટેકનિક છે. તેનો સીધો અર્થ છે કે તમને સોલમેટ મળી ગયો છે.
મહત્ત્વ વધારે છે
માથા પર કિસ કરવાનો અર્થ છે કે તમે કોઇ વ્યક્તિ માટે કેટલા મહત્ત્વના છો. તમારા માતા-પિતા, ભાઇ-બહેન કે પાર્ટનર જો આમ કરે છે તો તેનો અર્થ છે કે તેમને તમારી પર પ્રાઉડ છે. તમે તમારી લાઇફમાં જે પણ કરી રહ્યા છો તેના માટે તેમને ખુશી છે.
ઇમોશનલી જોડાણ
ફોરહેડ કિસ કરવાનો અર્થ છે કે તે વ્યક્તિ તમારી કેર કરે છે. જો કોઇ વ્યક્તિ તમને માથા પર કિસ કરે છે તો સમજજો કે તે વ્યક્તિ તમારી સાથે ઇમોશનલી જોડાયેલો છે. તે કોઇ પણ હોઇ શકે છે. તે તમારા માતા-પિતા , ભાઇ-બહેન, મિત્ર કે બાળક પણ હોઇ શકે છે.
આ પણ વાંચોઃ જો..જો મોબાઈલ ચાર્જિંગમાં થતી આ ભૂલો તમે તો નથી કરતા ને? બેટરી વહેલી પતી જશે…