ટ્રેન્ડિંગમનોરંજન

‘લોસ્ટ’થી ‘કાર્નિવલ-રો 2’ સુધી, આ મૂવીઝ અને સિરીઝ OTT પર થશે રિલીઝ

Text To Speech

દર અઠવાડિયે દર્શકો OTT પ્લેટફોર્મ પર નવી રિલીઝની આતુરતાથી રાહ જુએ છે. આગામી અઠવાડિયું દર્શકો માટે ઘણું સારું રહેવાનું છે. આ અઠવાડિયે ‘લોસ્ટ’ થી ‘કાર્નિવલ રો’ સુધી, આ બ્લોકબસ્ટર મૂવીઝ અને સિરીઝ OTT પર રિલીઝ થશે.

‘Lost’

OTT પ્લેટફોર્મ પર અનિરુદ્ધ રોય ચૌધરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. યામી ગૌતમે આ ફિલ્મમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. આ મૂવી 16 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ G5 પર રિલીઝ થશે.

‘A Girl and an Astronaut’

સાયન્સ અને રોમાન્સથી ભરપૂર આ સિરીઝની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ‘એ ગર્લ એન્ડ એન્ડ એસ્ટ્રોનોટ’ એક ખોવાયેલા અવકાશયાત્રીની પ્રેમકથા દર્શાવે છે. OTT પ્લેટફોર્મ પર આ સિરીઝની રાહ જોઈ રહેલા લોકો માટે 17 ફેબ્રુઆરીએ Netflix પર રિલીઝ થશે.

‘Lucky Lakshman’

IMDb તરફથી 8.2 રેટિંગ મેળવનારી આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી છે. OTT પર આ ફિલ્મ જોવા માટે દર્શકો ઘણા સમયથી ઉત્સુક છે. ટોલીવુડની આ શાનદાર ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ Aha પર 17 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

‘Carnival Row: સિઝન 2’

આ શાનદાર સિરીઝની પ્રથમ સિઝનને ખૂબ પસંદ કરવામાં આવી છે. દર્શકો લાંબા સમયથી તેની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. OTT દર્શકો માટે, ‘કાર્નિવલ રો: સીઝન 2’ એ 15 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વિડિયો પર પ્રવેશ કર્યો છે.

Back to top button