ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

વજન ઘટાડવું તમને સરળ નથી લાગતું? જોજો ક્યાંક તમારી રીત તો ખોટી નથી ને?

  • તાજેતરમાં એક સંશોધનમાં ખુલાસો થયો છે કે તમારા નાસ્તાના અને જમવાના ટાઈમિંગમાં અનિયમિતતા હશે તો વેઈટલોસમાં સમસ્યા થઈ શકે છે. જો તમારા માટે વજન ઘટાડવું સરળ નથી તો ક્યાંક ને ક્યાંક તમારી રીત ખોટી છે. 

તમે તમારી આસપાસ ઘણા લોકોને વેઈટ લોસ માટે અથાક પરિશ્રમ કરતા જોયા હશે, હા એ વાત અલગ છે કે તેની રિયલ ટેકનિક જાણતા લોકો ઓછા હોય છે. વેઈટ લોસ માનીએ તેટલું અઘરું પણ નથી હોતું. સિવાય કે તમને કોઈ મેડિકલ સમસ્યા હોય. જો તમે એક નોર્મલ મેડિકલ હિસ્ટ્રી ધરાવતી વ્યક્તિ છો તો તમારા માટે વેઈટ લોસ એ નોર્મલ પ્રક્રિયા હોઈ શકે છે, પરંતુ જો મહેનત કરવા છતાં પણ તમારું વજન ઘટી રહ્યું નથી તો માનજો કે તમે ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ કરી રહ્યા છો. તાજેતરમાં એક સંશોધનમાં ખુલાસો થયો છે કે તમારા નાસ્તાના અને જમવાના ટાઈમિંગમાં અનિયમિતતા હશે તો વેઈટલોસમાં સમસ્યા થઈ શકે છે. જો તમારા માટે વજન ઘટાડવું સરળ નથી તો ક્યાંક ને ક્યાંક તમારી રીત ખોટી છે.

વજન ઘટાડવા માટે નાસ્તા અને ડિનરનો યોગ્ય સમય

જો કોઈ પણ વ્યક્તિ નાસ્તાનો અને ડિનરનો સમય યોગ્ય કરી લે તો તે મેદસ્વીતાની સમસ્યાથી બચી શકે છે. વજન ઘટાડવા માટે મેટાબોલિઝમને તેજ રાખવું ખૂબ જરૂરી છે. મેટાબોલિઝમ ભોજનને ઉર્જામાં બદલવાની પ્રક્રિયા છે. ઝડપી ચયાપચય ધરાવતા લોકો ઊંઘ અને આરામ કરતી વખતે પણ વધુ કેલરી બર્ન કરે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શરીર રાત્રે સૌથી ઓછી કેલરી અને બપોરે અને સાંજે સૌથી વધુ કેલરી બર્ન કરે છે. તેથી, એ મહત્વનું છે કે તમે તમારા નાસ્તા અને રાત્રિભોજનના સમયને યોગ્ય કરો.

વજન ઘટાડવું સરળ કેમ નથી? ક્યાંક તમારી રીત તો ખોટી નથી ને? hum dekhenge news

વજન ઘટાડવા માટે નાસ્તો ક્યારે લેવો?

સંશોધન મુજબ, મેટાબોલિઝમ ઝડપી બનાવવા માટે તમારે સવારે 7 વાગ્યાની આસપાસ નાસ્તો કરવો જોઈએ. જો તમે સવારે વહેલા ન ઉઠતા હો તો ધ્યાનમાં રાખો કે સવારે ઉઠ્યાના એક કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ. આમ કરવાથી મેટાબોલિઝમની યોગ્ય શરૂઆત થાય છે.

વજન ઘટાડવા માટે ડિનર ક્યારે લેવું જોઈએ?

ડિનર સૂવાના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલાં એટલે કે લગભગ 7 વાગ્યાની આસપાસ લેવું જોઈએ. તમે રાતે 10 વાગ્યે ડિનર લઈને રાતે 12 વાગ્યે સૂઈ જશો એ બિલકુલ નહીં ચાલે. મોડામાં મોડું 8 પહેલા ભોજન લઈ લેવું જોઈએ. રાત પડતા સુધીમાં મેટાબોલિઝમ સ્લો થઈ જતું હોય છે, તેથી તે પહેલાં શરીરને ખોરાક પચાવવા માટે પૂરતો સમય મળે તે જરૂરી છે. તેથી, રાત્રે સૂવાના 3 કલાક પહેલા ડિનર લો અને 11 વાગ્યા પહેલા સૂવાનો આગ્રહ રાખો.

બીજુ શું છે અગત્યનું?

સંશોધનમાં દિવસમાં બે થી ત્રણ ભોજન, ખાસ કરીને નાસ્તો અને દિવસનું છેલ્લું ભોજન ખાવાનું સૂચન કરવામાં આવ્યું છે. સંશોધનમાં કહેવાયું છે કે વ્યક્તિએ મોડી રાત્રે નાસ્તો કરવાનું ટાળવું જોઈએ અને 12 થી 16 કલાક સુધી ઉપવાસ કરવો જોઈએ. આ સમયપત્રકને અનુસરવાથી કોલેસ્ટ્રોલ, શરીરમાં બળતરા અને ભૂખ ઓછી થવામાં મદદ મળી શકે છે. વધુમાં, તે શરીરની 24 કલાકની બાયોલોજિકલ ક્લોકને સુધારે છે. તે તમારી ઊંઘની પેટર્ન, હોર્મોન રિલીઝ, ભૂખ, પાચન અને શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે અને વજન વધતું અટકાવે છે.

આ પણ વાંચોઃ વિજયા એકાદશી ક્યારે? જાણો આ એકાદશીનું મહત્ત્વ

Back to top button