સ્ટીવ જૉબ્સનાં પત્ની લોરેન પોવેલ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં તપ કરશે
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![મહાકુંભ - 2025 -HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Your-paragraph-text-8.jpg)
પ્રયાગરાજ, 9 જાન્યુઆરી, 2025: એપલના સહ-સ્થાપક સ્વર્ગસ્થ સ્ટીવ જૉબ્સનાં પત્ની લોરેન પોવેલ જૉબ્સ Laurene Powell Jobs મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં તપ કરવાનાં છે. અહેવાલ મુજબ લોરેન પોવેલ 15 દિવસ સુધી કલ્પવાસમાં સમય પસાર કરશે. કલ્પવાસ એ આપણી અત્યંત પ્રાચીન આધ્યાત્મિક પરંપરા છે જેનો ઉલ્લેખ વેદ-પુરાઓમાં પણ આવે છે.
લોરેન પોવેલ નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદની શિબિરમાં રહેશે તેમ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. લોરેન વિવિધ યજ્ઞ – અનુષ્ઠાનમાં ભાગ લેશે તેમજ સંગમમાં સ્નાન કરશે એવું માનવામાં આવે છે. આ અહેવાલ અનુસાર તેઓ 29 જાન્યુઆરી સુધી ભારતમાં રોકાશે.
![Mahakumbh 2025 - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Your-paragraph-text-9.jpg)
શું છે કલ્પવાસનું મહત્ત્વ?
સનાતન શાસ્ત્રો અનુસાર કલ્પવાસ કરવાથી મનની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. તેનાથી જન્મ-જન્માંતરનાં બંધનોમાંથી મુક્તિ મળે છે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર સમગ્ર મહા મહિના દરમિયાન સાધના કરવામાં આવે તે કલ્પવાસ તરીકે ઓળખાય છે. આ અંગે મહાભારતમાં કહેવાયું છે કે, જે રીતે નવ વર્ષ સુધી ખાધા-પીધા વિના તપસ્યા કરવામાં આવે અને જે ફળ મળે એટલું ફળ મહા મહિનામાં કલ્પવાસ કરવાથી મળે છે. કલ્પવાસના અલગ અલગ પ્રકાર છે, જેમ કે સૌથી નાનો કલ્પવાસ એક રાત્રિનો હોય છે. એ સિવાય ત્રણ રાત્રિ, ત્રણ મહિના, છ મહિના, 12 વર્ષ અથવા આજીવન પણ કલ્પવાસ કરી શકાય છે.
આ પણ વાંચોઃ મહાકુંભ મેળાથી સમગ્ર દુનિયા આશ્ચર્યમાં ગરકાવ, હાવર્ડ-સ્ટેનફોર્ડ, IIM અને એઈમ્સ કરશે રિસર્ચ
આ પણ વાંચોઃ ગુજરાત સરકારની પહેલઃ બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી દૂર રહે એ માટે માર્ગદર્શિકા જાહેર થશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD