ચાતુર્માસમાં ચાર રાશિઓ પર વિષ્ણુ ભગવાનની કૃપા, યાદ રહેશે ચાર મહિના
- એવી માન્યતા છે કે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને પછી દેવઉઠી એકાદશીએ જાગે છે. આ વર્ષે ચાતુર્માસ 17 જુલાઈથી શરૂ થશે અને 12 નવેમ્બર 2024ના રોજ પૂરો થશે
હિંદુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ હોય છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ પંચાગ અનુસાર ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી પ્રારંભ થશે અને કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ પૂરો થશે. એવી માન્યતા છે કે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને પછી દેવઉઠી એકાદશીએ જાગે છે. આ વર્ષે ચાતુર્માસ 17 જુલાઈથી શરૂ થશે અને 12 નવેમ્બર 2024ના રોજ પૂરો થશે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ શુભ રહેશે. આ રાશિના જાતકોની આર્થિક ઉન્નતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. આ સમયગાળામાં તમે ધન સંચય કરવામાં સફળ રહેશો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે ચાર મહિના અત્યંત શુભ રહેશે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. દેવશયની એકાદશીથી વૃષભ રાશિના લોકોની તમામ પરેશાનીઓ ખતમ થશે. નવી નોકરીની તકો મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે ચાતુર્માસનો મહિનો લાભકારી રહેશે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની કૃપાથી તમને મોટી સફળતા મળશે. આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સુધરશે. વેપારીઓ માટે સમય શુભ રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે દેવશયની એકાદશીથી આવનારા ચાર મહિનાનો સમય યાદગાર રહેશે. ચાતુર્માસમાં તમને ભગવાન વિષ્ણુની કૃપાથી સંકટમાંથી મુક્તિ મળશે. કરિયરના નવા માર્ગ ખુલશે. રોકાણનું સારું રિટર્ન મળે તેવી શક્યતાઓ છે. નોકરીમાં સ્થિતિ સારી રહેશે.
આ પણ વાંચોઃ પુરાણોમાં વર્ણવેલી ભવિષ્યવાણીઓ, જે આજે સાચી પડી રહી છે