ત્રણ રાશિઓ પર રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા, જાણો રાશિ પ્રમાણે મંત્ર જાપ
- આજે 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. જ્યોતિષની માન્યતાઓ અનુસાર કેટલીક રાશિઓ પર હંમેશા ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે.
અમદાવાદ, 7 માર્ચઃ હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના પાવન અવસરે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા. આજે 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. જ્યોતિષની માન્યતાઓ અનુસાર કેટલીક રાશિઓ પર હંમેશા ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. આ રાશિના લોકોના સહાયક ભગવાન શંકર હોય છે. જાણો કઈ રાશિના લોકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા રહેલી છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર મેષ રાશિના લોકોએ ભગવાન શિવની વિશેષ આરાધના કરવી જોઈએ. મેષ રાશિના જાતકો ધનની બાબતમાં પણ ભાગ્યશાળી હોય છે. મેષ રાશિના જાતકોએ જીવનમાં પરેશાનીઓનો સામનો ઓછો કરવો પડે છે.
ઉપાય
આ રાશિના જાતકોએ નિયમિત શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ.
મકર રાશિ
મકર રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. આ લોકોએ દરરોજ ભગવાના શિવની પૂજા-અર્ચના કરવી જોઈએ. આ લોકોએ જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો ઓછો કરવો પડે છે અને જીવનમાં ખૂબ માન-સન્માન મળે છે. મકર રાશિના લોકોનું પ્રેમ જીવન પણ સુખમય રહે છે.
ઉપાય
મકર રાશિના જાતકો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. કુંભ રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત રહે છે.
ઉપાય
કુંભ રાશિના જાતકોએ શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ. કુંભ રાશિના જાતકોએ ક્ષમતા અનુસાર દાન પણ કરવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર દાન કરવાથી પણ અનેક ગણું ફળ મળે છે.
રાશિ પ્રમાણે કરો આ મંત્રનો જાપ
મેષ રાશિઃ ઓમ રુદ્રાય નમઃ
વૃષભ રાશિઃ ઓમ નમઃ શિવાય
મિથુન રાશિઃ ઓમ મહેશ્વરાય નમઃ
કર્ક રાશિઃ ઓમ નાગેશ્વરાય નમઃ
સિંહ રાશિઃ ઓમ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલં ઓમ નમઃ
કન્યા રાશિઃ ઓમ શ્રીકંઠાય નમઃ
તુલા રાશિઃ ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમઃ
વૃશ્ચિક રાશિઃ ઓમ ચંદ્રમૌલેશ્વર નમઃ
ધન રાશિઃ ઓમ નમઃ શિવાય કાલં ઓમ નમઃ
મકર રાશિઃ ઓમ શમ્ભવે નમઃ
કુંભ રાશિઃ ઓમ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્, ઉર્વારુકમિવ બન્ધનાત્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્!
મીન રાશિઃ ઓમ પશુપતયે નમઃ
આ પણ વાંચોઃ વર્ષમાં માત્ર એક વખત, મહાશિવરાત્રીએ જ ખૂલે છે ભોલેનાથનું આ મંદિર