આ રાશિઓ પર હોય છે ભગવાન શિવની વિશેષ કૃપા
- ભગવાન શિવ ભક્તોથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે
- અધિક શ્રાવણ માસમાં ભોલેનાથની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે
- ભગવાન શિવ મેષ રાશિ વાળા લોકો પર વિશેષ કૃપા વરસાવે છે
જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનું વર્ણન છે. દરેક રાશિના જાતકોનો અલગ અલગ સ્વભાવ હોય છે. આ 12 રાશિઓમાં કેટલીક રાશિઓ એવી છે જેની પર ભગવાન શિવની વિશેષ કૃપા હોય છે. આ રાશિના લોકોના સહાયક ભોલેનાથ હોય છે. હાલમાં અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ભોલેનાથનો પ્રિય મહિનો છે. અત્યારે ચાલી રહેલા અધિક શ્રાવણ માસમાં ભોલેનાથની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં ભોલેનાથ ધરતી પર રહે છે. ભગવાન શિવ પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ ભક્તો પર ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે અને તેમને આશીર્વાદ આપે છે. તેથી જ દેવાધિદેવ મહાદેવ શિવને ભોલેનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવની પૂજા અને ઉપાસના માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ લોકો કોઈપણ દિવસે શિવલિંગનો જલાભિષેક કરી શકે છે. આવો જાણીએ કઇ રાશિઓ પર ભગવાન શંકરની વિશેષ કૃપા રહે છે.
મેષ રાશિ
ભગવાન શિવ મેષ રાશિ વાળા લોકો પર વિશેષ કૃપા વરસાવે છે. જ્યોતિષની માન્યતાઓ અનુસાર મેષ રાશિના લોકોએ ભગવાન શિવની આરાધના કરવી જોઇએ. મેષ રાશિના જાતકોએ શ્રાવણ મહિનામાં રોજ શિવલિંગ પર જળ ચઢાવવુ જોઇએ. શિવલિંગ પર જળ ચઢાવવાથી શિવજીની વિશેષ કૃપા રહે છે. મેષ રાશિના જાતકો કિસ્મતના પણ ધની હોય છે. મેષ રાશિના જાતકોએ જીવનમાં સમસ્યાઓનો સામનો ઓછો કરવો પડે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો પર ભગવાન શિવ અને શનિદેવની વિશેષ કૃપા રહે છે. મકર રાશિના જાતકોએ રોજ ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી જોઇએ. મકર રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઇએ. મકર રાશિના જાતકો ભાગ્યના ધની હોય છે. તેઓ વિનમ્ર હોય છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. કુંભ રાશિના જાતકોએ શિવલિંગ પર જળ અર્પિત કરવુ જોઇએ. કુંભ રાશિના જાતકોએ ક્ષમતા અનુસાર દાન પણ કરવુ જોઇએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર દાનથી અનેક ગણુ ફળ પ્રાપ્ત થાય છે. કુંભ રાશિના જાતકો સ્વભાવના સરળ હોય છે.
આ પણ વાંચોઃઉત્સવ શોકમાં પરિણમ્યો ! વડોદરામાં દશામાની મૂર્તિના વિસર્જન સમયે બે જગ્યાએ 5 યુવાનો ડૂબ્યા