વિવાહ પંચમીના દિવસે થયા હતા ભગવાન રામ અને માતા સીતાના લગ્ન, જાણો મુહૂર્ત
- વિવાહ પંચમીના દિવસે મંદિરોમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ માટે નેપાળના જનકપુરી ધામમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે
HD ન્યુઝ ડેસ્કઃ વિવાહ પંચમી દર વર્ષે માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમે ઉજવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને નેપાળમાં ઉજવવામાં આવે છે. વિવાહ પંચમીના દિવસે મંદિરોમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ માટે નેપાળના જનકપુરી ધામમાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 16 નવેમ્બરે જનકપુરથી તિલક હાર અયોધ્યા આવવા રવાના થશે અને 17 નવેમ્બર સુધીમાં પહોંચશે. ત્યારબાદ 18 નવેમ્બરે ભારતમાં ભગવાન રામનો તિલકોત્સવ સમારોહ ઉજવવામાં આવશે. જાણો વિવાહ પંચમીની તિથિ, પૂજા પદ્ધતિ અને આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે.
વિવાહ પંચમી ક્યારે છે?
પંચાંગ અનુસાર માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમ 5 ડિસેમ્બર, 2024ના રોજ બપોરે 12:49 વાગ્યે શરૂ થશે. જે 6 ડિસેમ્બરે બપોરે 12:07 કલાકે સમાપ્ત થશે. ઉદયાતિથિને ધ્યાનમાં રાખીને, વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.
વિવાહ પંચમીની પૂજાવિધિ
- બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઊઠીને નિત્ય કર્મ કર્યા બાદ સ્નાન કરવું.
- હવે લાકડાના બાજઠ પર પીળું અથવા લાલ કપડું પાથરો.
- બાજઠ પર માતા સીતા અને ભગવાન રામની તસવીર સ્થાપિત કરો.
- હવે સૌથી પહેલા ભગવાન ગણેશના મંત્ર અને હનુમાનજીની આરતી કરો.
- ત્યારબાદ ભગવાન રામ અને માતા સીતાને પીળી ફુલ માળા ચઢાવો.
- હવે ભગવાન રામ અને માતા સીતાની આરતી કરો અને પછી ભોજન કરો.
- પૂજાના અંતે વિવાહ સંપન્ન કર્યા પછી પ્રસાદનું પણ વિતરણ કરો.
વિવાહ પંચમી પર કરવા જેવા કામ
વિવાહ પંચમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા અવશ્ય કરો. એવું કહેવાય છે કે આ પૂજા કરવાથી સાધકને જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે, જેનાથી મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્તિના દ્વાર ખુલી જાય છે. ઉપરાંત, વિવાહ પંચમીના દિવસે તમારા ઘરને સ્વચ્છ રાખો અને માંસાહારી ખોરાક અથવા કોઈપણ પ્રકારની નશો કરવાનું ટાળો.
આ પણ વાંચોઃ 10 જાન્યુઆરી સુધી રાહુના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓને ફાયદો