ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા : 10 વર્ષથી રાહ જોતો આ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું
અમદાવાદ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 22 જૂનના રોજ આ રથયાત્રા નિકળશે. આ રથયાત્રામાં દર વર્ષે ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરું કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ 146મી રથયાત્રામાં ભગવાનના મામેરાના યજમાન માટે આજે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રો કરાયો હતો. ડ્રોમાં શાયોના ગ્રુપના ઘનશ્યામ બબલદાસ પટેલનું નામ નીકળ્યું હતું.
146 મી રથયાત્રાના યજમાન બન્યા ઘનશ્યામ પટેલ
ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ સરસપુર રણછોડરાય મંદિર ખાતે આજે યજમાનનો ડ્રો યોજાયો હતો. આ ડ્રો માં કુલ 9 યજમાનોના નામ નોંધાવવામાં આવ્યા હતા. જેમાં શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું નામ નિકળ્યું હતું. જેથી આ વર્ષે ભગવાનની 146મી રથયાત્રાના મામેરાના યજમાન તરિકે ઘનશ્યામ બબલદાસ પટેલને જાહેર કરાયા હતા. ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા માટે મામેરાના યજમાનનો લાભ મળતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ડ્રોમાં નામ નિકળતા પરિવારમાં ખુશી
146મી રથયાત્રાના મામેરાના યજમાન બનવાનો લાભ મળતા ગ્રુપના ઘનશ્યામ પટેલે ખુશી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતુ કે અમે છેલ્લા દસ વર્ષથી ભગવાનનું મામેરું કરવા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ વર્ષે અમને આ લાભ મળતા ખુબ ખુશ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે આ મામેરું ધામધૂમ પૂર્વક કરી શકીએ.
મામેરાના યજમાન માટે એડવાન્સ બુકિંગ
મહત્વનું છે કે, રથયાત્રાનું મામેરુ કરવા યજમાનો વર્ષોથી રાહ જોતા હોય છે. આ સાથે યજમાન બનવા માટે બુકીંગ પણ અગાઉથી થતા હોય છે.
આ પણ વાંચો : શું રાહુલ ગાંધી જેલમાં જશે ? કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓ સુરત આવવા લાગ્યા