ગુજરાતટોપ ન્યૂઝ

ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ શરૂ; આજે સાધુ-સંતોનો ભંડારો

Text To Speech

અમદાવાદઃ અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે ભગવાન નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને ભંડારો થશે. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ શરૂ થઈ છે. નેત્રોત્સવની પૂજા કરવામાં આવી રહી છે. ભગવાનના કપાટ હજી બંધ છે. 9.30 આસપાસ ભગવાનના કપાટ ખોલવામાં આવશે. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ કરવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહેવાના છે.

ભગવાન મામાના ઘરે જાય છે ત્યાં લાડકવાયા ભાણીયાઓને લાડ લડાવવામાં આવે છે. ભાવતા ભોજન ખવડાવામાં આવે છે. કેરી અને જાંબુ વગેરે ખાય છે. આજે મામાના ઘરેથી મંદિરે પરત આવે છે ત્યારે આંખો આવી જાય છે જેથી તેઓને આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ મંદિર પર પીળા કલરની ધજા લગાવવામાં આવે છે.

અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દેશભરમાંથી અને રાજ્યમાંથી આવેલા સાધુ સંતોનો ભંડારો યોજાતો હોય છે. બે વર્ષ કોરોના મહામારી બાદ આ વર્ષે ભંડારો થઈ જઈ રહ્યો છે જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સાધુ-સંતો ભંડારામાં જમશે. બપોરે 12 વાગ્યે ભગવાનનો ભંડારો યોજાશે. મોટી સંખ્યામાં સાધુ સંતો મંદિરે ભંડારા માટે પહોંચ્યા છે. આજે ભંડારામાં જાત જાતના અને ભાત ભાતના ભોજનનો રસથાળ પીરસવામાં આવશે. સાધુ સંતો ઉપરાંત અનેક મહાનુભાવો આ ભંડારામાં ભાગ લેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ભંડારામાં હાજર રહેશે. અંદાજે 20000 લોકો આ ભંડારામાં ભાગ લેશે.

  • 3000 લીટર દૂધપાક
  • 2000 કિલો માલપુઆ
  • 1000 કિલો બટાકાનું શાક
  • 1000 કિલો દેશી ચણા નુ શાક
  • 1000 કિલો ભાત
  • 1000 કિલો પુરી
  • 1000 કિલો ભજીયા
  • 3000 લિટર કઢી
Back to top button