થાઈલેન્ડે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના મેસ્કોટ તરીકે હનુમાનજીની કેમ કરી પસંદગી?
બેંગકોક: હિંદુ ધર્મના ભગવાન હનુમાનજીને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં યોજાનારી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો સત્તાવાર મેસ્કોટ બનાવવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના 50 વર્ષ પૂરા થવાના અવસર પર આ વખતે 12 થી 16 જુલાઈ દરમિયાન બેંગકોકમાં આયોજિત કરવામાં આવી રહી છે.
કેમ હનુમાનજીની કરવામાં આવી પસંદગી?
એશિયન એથ્લેટિક્સ એસોસિયેશન તેમની વેબસાઇટ પર લખ્યું છે કે હનુમાનજી ભગવાન રામની સેવામાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિ સહિતની ઘણી શક્તિઓનો ઉપયોગ કરે છે. ઉપરાંત, હનુમાનજીની સૌથી મોટી શક્તિ તેમની અતિ મજબૂત વફાદારી અને ભક્તિ છે. એ જ રીતે રમતવીરને લક્ષ્ય હાંસલ કરવા માટે આ ગુણોની જરૂર હોય છે.
ભારતીય ખેલાડીઓ પણ ભાગ લેશે
25મી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં એશિયાના તમામ એથ્લેટ ભાગ લેશે. આમાં ભારતના શોટ પુટ ખેલાડી તજિન્દરપાલ સિંહ તૂર અને લોંગ જમ્પર મુરલી શ્રીશંકરની આગેવાનીમાં ભારત ચેમ્પિયનશિપમાં સારા દેખાવની આશા રાખશે. ભારતીય ટીમ પાંચ દિવસીય એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે શનિવારે રાત્રે દિલ્હી અને બેંગલુરુથી બેંગકોક જવા રવાના થઈ હતી.
બેંગકોકમાં એથ્લેટ્સ 45 વિવિધ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરશે, જેમાં કોઈ મેરેથોન શેડ્યૂલ નથી. થાઈલેન્ડ ઉપરાંત આઠ દેશોએ ઇવેન્ટની દરેક રમતમાં ટીમ ઉતારી છે. જેમાં હોંગકોંગ, ચીન, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સિંગાપોરનો સમાવેશ થાય છે.
સંસ્થાએ કહ્યું કે 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો લોગો ગેમ્સમાં ભાગ લેનારા એથ્લેટ્સના કૌશલ્ય, ટીમ વર્કને દર્શાવે છે.
ભારતીય ટીમ શનિવારે દિલ્હી અને બેંગ્લોરથી બેંગકોક જવા રવાના થઈ ગઈ છે.
આ પણ વાંચો- યશસ્વીએ જણાવ્યું કે ધોનીને જોયા પછી કેમ હાથ જોડ્યા, તેને મળવાનો પહેલો અનુભવ કેવો રહ્યો