ટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રિ અને અમાસે અહીં બિરાજે છે ભગવાન ભોલેનાથ

  • એક એવું શિવલિંગ છે જ્યાં મહાશિવરાત્રિ અને અમાસના દિવસે ભગવાન ભોલેનાથ સાક્ષાત બિરાજે છે. આ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે

શિવલિંગને ભગવાન ભોલેનાથનું સાક્ષાત રૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દરેક શિવલિંગમાં ભોલેનાથ એક ક્ષણ માટે પણ જરૂર બિરાજમાન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર દરેક શિવલિંગમાં ભોલેનાથ સાક્ષાત બિરાજે છે. જોકે એક એવુ શિવલિંગ છે જ્યાં મહાશિવરાત્રિ અને અમાસના દિવસે ભગવાન ભોલેનાથ સાક્ષાત બિરાજે છે. આ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં કૃષ્ણા જિલ્લાની કૃષ્ણા નદીના તટ પર શ્રીશૈલ પર્વત પર આવેલું છે.

શ્રીશૈલ પર્વત પર સ્થિત છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ચાર જ્યોતિર્લિંગોમાંનું બીજુ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ વિશે એવુ કહેવાય છે કે તે એવુ જ્યોતિર્લિંગ છે જે શક્તિપીઠ પણ છે. કેમકે આ જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી બંને બિરાજમાન છે. શિવપુરાણમાં જણાવાયુ છે કે ત્રિલોકની પરિક્રમાની શરત પુરી કરીને જ્યારે શિવ પુત્ર કુમાર કાર્તિકેય કૈલાસ પર્વત પહોંચ્યા તો ગણેશજીના વિવાહની વાત જાણીને ખૂબ જ ક્રોધિત થયા. ગણેશજી પરિક્રમાની શરત જીતી ચૂક્યા હતા અને બીજુ કાર્તિકેયની રાહ જોયા વગર ગણેશજીના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. ક્રોધિત થઇને કુમાર કાર્તિકેય કૈલાશ છોડીને ક્રૌંચ પર્વત પર દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા.

મહાશિવરાત્રિ અને સોમવતી અમાસે અહીં બિરાજે છે ભગવાન ભોલેનાથ hum dekhenge news

પુત્ર પ્રેમમાં વ્યાકુળ શિવ-પાર્વતી કૌંચ પર્વત પહોંચ્યાં

પુત્રના સ્નેહમાં વ્યાકુળ દેવી પાર્વતી ભગવાન શિવને લઇને ક્રૌંચ પર્વત પહોંચ્યા અને કુમાર કાર્તિકેયને મનાવવાની બહુ કોશિશ કરી, પરંતુ કાર્તિકેય ન માન્યા અને સાથે આવવાનો ઇનકાર કરી દીધો. આવા સંજોગોમાં પુત્ર પ્રેમના કારણે શિવ અને પાર્વતી ક્રૌંચ પર્વતથી 12 કિલોમીટર દૂર જ્યોતિ રૂપમાં પ્રકટ થયાં. આ જ્યોતિથી શિવજીનુ બીજુ જ્યોતિર્લિંગ પ્રકટ થયુ, જે મલ્લિકાર્જુન નામથી પ્રસિદ્ધ થયું.

આ શિવલિંગમાં મલ્લિકા રૂપમાં દેવી પાર્વતી છે અને અર્જુન ભગવાન શિવ છે. શિવપુરાણમાં લખ્યું છે કે અમાસના દિવસે પોતાના પુત્ર કાર્તિકેયને જોવા માટે ભોલેનાથ આ જ્યોતિર્લિંગમાં આવીને બિરાજમાન થાય છે. જ્યારે દરેક પૂર્ણિમા તિથિ પર દેવી પાર્વતી આ જ્યોતિર્લિંગમાં આવે છે અને કાર્તિકેયને નિહાળે છે. એવું કહેવાય છે કે જે ભક્ત આ જ્યોતિર્લિંગના દર્શન કરે છે, તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઇ જાય છે.

આ પણ વાંચોઃ શું તમે પણ મંગળગ્રહવાસી બનવા માંગો છો તો તાત્કાલિક કરો અરજી, નાસા કરશે સપનું પૂરું

Back to top button