પૈસાવાળો પતિ શોધી રહ્યા છો? જાણી લો આ નુકશાન
- જીંદગી જીવવા માટે ઘણા બધા પૈસા જરૂરી નથી
- પ્રેમથી પેટ ભલે ન ભરાય, જિંદગી ચાલે છે
- રિચ હસબન્ડ શોધી રહ્યા હો તો આ તૈયારી પણ રાખો
આજે ભલે તમામ સંબંધો પૈસાના ગુલામ જેવા દેખાઇ રહ્યા હોય, પરંતુ કોઇ પણ સંબંધ પૈસાથી લાંબો ચાલી શકતો નથી. બે વ્યક્તિના દિલમાં એકબીજા માટે પ્રેમ, માન સન્માન કે કોઇ લાગણીઓ ન હો તો આ પ્રકારના સંબંધો ટકી શકતા નથી. પ્રેમથી પેટ ભરાતુ નથી, તે વાત સાચી છે, પરંતુ એ માની લેવું પણ સાચુ નથી કે માત્ર પૈસાથી જ જીવનમાં ખુશીઓ આવી શકે છે.
મોટાભાગની છોકરીઓ પોતાના લાઇફ પાર્ટનરમાં ઇન્ટિમસી ક્વોલિટી જોવાના બદલે તેમનું સોશિયલ સ્ટેટસ અને ઇનકમને વધુ મહત્ત્વ આપે છે. એટલું જ નહીં, ઘણી વખત આમીર પતિ મેળવવાની ચાહતમાં તે એવી વ્યક્તિને છોડી દે છે જે તેને પ્રેમ કરે છે. જો તમે પણ તમારા માટે રિચ હસબન્ડ શોધી રહ્યા હો તો પહેલા એવી વ્યક્તિ સાથે સંબંધમાં રહેવાના કેટલાક નુકશાન જાણી લો.
પત્ની હશો, પ્રાયોરિટી નહીં
જો તમે કોઇ રિચ વ્યક્તિ સાથે લગ્ન કરશો તો એ વાત સ્વીકારી લેવી પડશે કે તેની પ્રાયોરિટીમાં ફક્ત પૈસા હશે, પત્ની નહીં. તમે તેની ફર્સ્ટ પ્રાયોરિટી ક્યારેય નહીં બની શકો. કેમકે રિચ વ્યક્તિ કોઇ નોર્મલ ઇનકમ વાળી વ્યક્તિ કરતા વધુ બીઝી રહે છે. તમારે સ્વીકારવુ પડશે કે પૈસાવાળા પતિ માટે બર્થ ડેટ અને એનિવર્સરીની ડેટ કરતા બિઝનેસ મીટિંગની ડેટ વધુ મહત્ત્વની હશે. તમારા માટે આ બાબત જિંદગીભરની સમસ્યા કે ટોર્ચર બની રહેશે.
સંબંધોમાં પ્રેમ નહીં, પૈસા દેખાશે
દરેક સ્ત્રી ઇચ્છે છે કે તે નારાજ થાય તો તેનો પતિ તેને મનાવે, તેને રોમેન્ટીક ડિનર પર લઇ જાય, પોતાની વાતોથી અને હાજરીથી પ્રેમનો અહેસાસ કરાવે. આ બધુ રિચ પતિ નહીં કરી શકે. તે તમને ક્રેડિટ કાર્ડ તો આપી શકશે, પરંતુ સમય નહીં. તે તમને મોંધી ગિફ્ટ આપી દેશે, પરંતુ પ્રેમ નહીં. શરૂઆતમાં તમે આ વસ્તુઓમાં પ્રેમને જોશો, પરંતુ પછી તેનાથી બોર થઇ શકો છો. આખરે પ્રેમ જ છે, જેની પર જિંદગી જીવવાની મજા આવી શકે છે. તમારા પૈસાવાળા પતિ પાસે તમારી દરેક ભાવનાઓની કિંમત હશે. દરેક વસ્તુ રુપિયામાં તોલાશે.
સુખ-સુવિધા સાથે એકલતા પણ મળશે
રિચ હસબન્ડ સાથે લગ્ન કરીને તમે એ તમામ સુખ સુવિધાઓ મેળવી લેશો જેની તમે કલ્પના કરી હશે અથવા તો જે દરેક છોકરી ઇચ્છતી હોય, પરંતુ એ આરામદાયક જીવનની મજા તમે તમારા પતિ સાથે નહીં મેળવી શકો. તેના બિઝી શિડ્યુઅલના કારણે તમારે ક્યારેક ડિનર તો ક્યારેક શોપિંગ એકલા જ કરવી પડશે.
ઇનસિક્યોરિટી જીવનભર રહેશે
ધનવાન વ્યક્તિ ઘરમાં નહીં, પરંતુ બહાર વધુ સમય વીતાવે છે. તે તેની પત્ની અને બાળકો કરતા વધુ સમય ઓફિસને આપે છે. ઓફિસના લોકોની વચ્ચે બીજી મહિલાઓ પણ હોય છે. વળી ધનિક વ્યક્તિને પૈસાની કમી ન હોવાના કારણે મહિલાઓ એટ્રેક પણ જલ્દી થાય છે. તે કોઇની પર પણ રૂપિયા ખર્ચ કરી શકે છે. તમે જિંદગીભર આ વાતની ઇનસિક્યોરિટીમાં જીવશો. વળી જો તેની લાઇફમાં કોઇ અન્ય વ્યક્તિ આવી પણ જશે તો તેને ખરાબ ફીલ પણ નહીં થાય.
ખતમ થઇ જશે તમારી ખુદની ઓળખ
તમારા કરતા ધનિક વ્યક્તિ સાથે જ્યારે તમારા લગ્ન થશે ત્યારે તમારી ખુદની ઓળખ નહીં રહે. આ વાત ફક્ત તમને નહીં, પરંતુ તમારા સંબંધોમાં દેખાશે. તમે પતિ સામે તમારી વાત ખુલીને નહીં રાખી શકો. આ વસ્તુ સોનાના પિંજરામાં કેદ થવા સમાન હશે.
આ પણ વાંચોઃ Arrange Marriage કરવા જઇ રહ્યા હો તો પાર્ટનર વિશે આ જાણવુ જરૂરી