ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સવારે ઊઠીને સૌથી પહેલા ફોન જુઓ છો? મેન્ટલ હેલ્થ બગાડી શકે છે આ આદત

Text To Speech
  • સવારે ઉઠીને ફોન જોવાની આદત તમારી મેન્ટલ હેલ્થ બગાડી શકે છે. મોટાભાગના લોકોને આવી ટેવ હોય છે. જો તમને પણ આવી ટેવ હોય તો આજે જ છોડી દેજો.

મોબાઈલ ફોન આપણા જીવનનો એટલો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે કે મોટાભાગના લોકો સવારે ઊઠીને સૌથી પહેલા ફોન ચેક કરે છે. જો તમને પણ આવી જ આદત પડી ગઈ હોય તો હવે તમારે એલર્ટ થવાની જરૂર છે. સવારે ઊઠતાની સાથે જ ફોન જોવાની આદત તમારી મેન્ટલ હેલ્થ બગાડી શકે છે. તેનાથી તણાવની સાથે સાથે એકાગ્રતામાં ઘટાડો થવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. મોબાઈલ જોવાની આદત ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી. આવી સ્થિતિમાં, જ્યારે જરૂરી હોય ત્યારે જ ફોન જોવાની આદતથી તમે સ્વસ્થ રહી શકો છો.

વધુ પડતો મોબાઈલ જોવાના નુકશાન

સવારે ઊઠીને સૌથી પહેલા ફોન જુઓ છો? મેન્ટલ હેલ્થને બગાડી શકે છે આ આદત hum dekhenge news

સ્ટ્રેસ અને એંગ્ઝાઈટી

આજકાલ મોટાભાગના લોકો સવારે ઊઠીને મોબાઈલ હાથમાં લઈને મેસેજ અને નોટિફિકેશન ચેક કરી લે છે. આ સમય દરમિયાન, એવી ઘણી વાતો સામે આવે છે જે તણાવનું કારણ બની શકે છે. નિયમિત રીતે જો આ વસ્તુ બને તો તમારી મેન્ટલ હેલ્થ પ્રભાવિત થાય છે.

સ્લીપ સાયકલ

સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ મોબાઈલ જોવાથી મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેનાથી તમારી સ્લીપિંગ સાઈકલ પણ પ્રભાવિત થવા લાગે છે. સ્માર્ટ ફોનમાંથી નીકળતી બ્લુ લાઇટ મેલાટોનિનના ઉત્પાદનમાં ખલેલ પહોંચાડે છે અને તે અનિંદ્રાનું કારણ બને છે. સ્વીડિશ યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત મોબાઈલ ફોન જોવાથી ઊંઘમાં ખલેલ થવાનું રિસ્ક અનેક ગણું વધી જાય છે.

એકાગ્રતા થાય છે પ્રભાવિત

સવારે ઊઠીને સૌથી પહેલા મોબાઈલ જોવાથી તમારી એકાગ્રતા પર પણ અસર પડે છે. જેના કારણે રોજિંદા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.

મગજ પર અસર

તમે ઉઠો અને તરત જ તમારો ફોન ચેક કરવા લાગો છો ત્યારે મગજની કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. તમારા મગજના ફિઝિકલ સ્ટ્રક્ચર પર અસર પડે છે અને મેન્ટલ હેલ્થ પ્રભાવિત થઈને તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચોઃ રામમંદિરની ભવિષ્યવાણી કરનાર દેવરહા બાબા કોણ હતા ?

Back to top button