Lookback 2024: આ જાણીતા સિતારાઓએ આ વર્ષે કર્યુ શાનદાર કમબેક
- 2024ના વર્ષમાં અનેક જાણીતા બોલિવૂડ સ્ટાર્સે કમબેક કર્યું, આ વર્ષ આ લોકો માટે લકી રહ્યું, તેમાં મનીષા કોઈરાલાથી લઈને ફરદીન ખાન સુધીના નામ સામેલ છે
HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024 ઘણા સ્ટાર્સ માટે ખૂબ લકી રહ્યું. કેટલાક સ્ટાર્સની ફિલ્મોએ જોરદાર કમાણી કરી, તો કેટલાક સ્ટાર્સે લગ્ન કર્યા. કેટલાક સેલિબ્રિટી કપલ્સ પેરેન્ટ્સ બન્યા, તો ઘણા દિગ્ગજ સેલિબ્રિટીઓ જે લાંબા સમયથી સ્ક્રીનથી દૂર હતા, તેઓએ આ વર્ષે સ્ક્રીન પર કમબેક કર્યું. આ યાદીમાં મનીષા કોઈરાલાથી લઈને કરિશ્મા કપૂર સુધીના નામ સામેલ છે.
મનીષા કોઈરાલા
મનીષા કોઈરાલાએ 2023માં રિલીઝ થયેલી કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘શહેજાદા’ સાથે વર્ષો પછી સ્ક્રીન પર કમબેક કર્યું, પરંતુ તેનું વાસ્તવિક પુનરાગમન સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’થી થયું હતું. મનીષાએ આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સિરીઝમાં મલ્લિકાજાનનું પાત્ર ભજવીને ઘણી વાહવાહી મેળવી હતી.
ફરદીન ખાન
ફરદીન ખાન પણ 14 વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તેણે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’થી જોરદાર કમબેક કર્યું. અભિનેતાએ વલી મોહમ્મદનું પાત્ર ભજવીને દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા. આ પછી તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ખેલ ખેલ મેં’માં પણ જોવા મળ્યો હતો. હવે તે ‘હાઉસફુલ 5’માં પણ જોવા મળશે.
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર વર્ષોથી ફિલ્મોથી દૂર હતી, પરંતુ આ વર્ષે તે સ્ક્રીન પર જોવા મળી હતી. અભિનેત્રીએ ‘મર્ડર મુબારક’થી શાનદાર કમબેક કર્યું હતું. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અનિલ કપૂર અને સારા અલી ખાને પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
ઝીનત અમાન
ઝીનત અમાને આ વર્ષે જાહેરાત કરી હતી કે તે ફિલ્મ ‘બન ટિક્કી’માં જોવા મળશે. આ ફિલ્મ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસ ‘સ્ટેજ 5 પ્રોડક્શન’ના બેનર હેઠળ બની રહી છે. ફિલ્મમાં અભય દેઓલ અને શબાના આઝમી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેની રિલીઝ ડેટ અંગે કોઈ માહિતી સામે આવી નથી.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડના આ સિતારાઓએ દુનિયાને જ અલવિદા કહ્યું!
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડના ટોપ 5 વિવાદો, જેણે ચર્ચાઓ જગાવી
આ પણ વાંચોઃ Lookback 2024: આ વેબસિરીઝ બની નંબર 1, જુઓ આખું લિસ્ટ