Lookback 2024: કૉમેડી દ્વારા સોશિયલ મેસેજ આપવામાં સફળ રહી આ ફિલ્મો
મુંબઈ, તા.25 ડિસેમ્બર, 2024: વર્ષ 2024ને પૂરું થવામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ભારતમાં લાંબા સમયથી ફિલ્મો દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાજિક મુદ્દાઓ પર ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. પરંતુ જ્યારે કોમેડી સાથે સામાજિક સંદેશ આપવામાં આવે છે, ત્યારે તે પ્રેક્ષકોના મનમાં વધુ સારી રીતે અસર કરી જાય છે. આ વર્ષે ઘણી ફિલ્મો દ્વારા સામાજિક સંદેશ પણ આપ્યો છે.
કૉમેડી દ્વારા સામાજિક સમસ્યાઓ વિશે વાત કરવી માત્ર સાહિત્યમાં જ નથી, આ પ્રયોગ ફિલ્મોમાં પણ સફળ રહ્યો છે. વર્ષ 2024માં પણ ઘણી કૉમેડી ફિલ્મો હિટ થઈ, જેમાં દર્શકો માટે સામાજિક સંદેશ હતો.
આ ફિલ્મોએ કૉમેડીથી આપ્યો સામાજિક સંદેશ
સ્ત્રી 2: આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ ની કૉમેડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં અક્ષય કુમારે પણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ કોમેડી દ્રશ્યોથી ભરેલી હતી. પરંતુ દરેક દ્રશ્યનો હેતુ કોમેડી દ્વારા મહિલાઓ વિશે સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી દર્શાવવાનો હતો. સ્ત્રી 2 ફિલ્મમાં ખલનાયક સરકટા આધુનિક અને ખુલ્લા મનની સ્ત્રીઓનો શિકાર કરતો હતો.
ભૂલ ભુલૈયા 3: ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3‘ માં પણ કૉમેડીના માધ્યમથી એક એવો વિષય બતાવવામાં આવ્યો છે, જેના પર આપણો સમાજ આજે પણ વાત કરવાનું ટાળે છે. કાર્તિકે ક્લાઇમેક્સ દ્રશ્યમાં દર્શકોને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દીધા હતા. ફિલ્મના ક્લાઇમેક્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ તેના કોમેડી અને સામાજિક સંદેશને કારણે ‘સિંઘમ અગેન’ ને પછાડવામાં સફળ રહી હતી.
વિકી વિદ્યા કા વો વાલા વીડિયોઃ રાજકુમાર રાવ, તૃપ્તિ ડિમરી અભિનીત ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ માં પણ સમાજના બેવડાં ધોરણો દર્શાવવામાં આવ્યા છે. કેવી રીતે લોકો બીજાની અંતરંગ ક્ષણો જોવા માંગે છે અને આ માટે કેટલાક લોકો ગેરકાયદેસર કામ પણ કરે છે, ગુપ્ત રીતે યુગલોના વીડિયો બનાવે છે. તે આ ફિલ્મની મુખ્ય સ્ટોરી છે.
મુંજ્યાઃ મુંજ્યા ફિલ્મ એક હોરર-કૉમેડી હતી, પરંતુ તેમાં ક્યાંક પુરુષોએ પણ પિતૃસત્તા અને જૂની રૂઢિચુસ્તતા સામે ઊભા રહેવું જોઈએ તેવો મેસેજ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Lookback 2024: વર્ષ 2024માં આ બીમારીઓએ ફેલાવી દહેશત
Look Back 2024 શ્રેણીના તમામ માહિતી સભર સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
https://www.humdekhenge.in/lookback-2024/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD